તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકવેલ પાસે એસટીએ અડફેટે લેતાં આધેડ બાઈકચાલકનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢ -ઉકાઈ રોડ પર આવેલ વાકવેલ બે રસ્તા પાસે એક મીની એસટી બસના ચાલકે રસ્તેથી પસાર થતા બાઇકચાલકને અડફેટમાં લઈ લીધા હતા. આ બનાવમાં ગંભીર ઇજા પામેલા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું.

સોનગઢ તાલુકાના લીંબી ગામે રહેતા મીરિયાભાઈ પોસલયાભાઈ ગામીત (56) ઉકાઈ ડેમ ખાતે પીડબ્લ્યુડી વિભાગમાં નોકરી કરતા હતા. એઓ શનિવારે બપોરના સમયે પોતાની બાઈક લઈ સોનગઢ તરફ કામ અર્થે આવવા માટે નીકળ્યા હતા. આ બાઈક વાંકવેલ બે રસ્તા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે એક મીની બસ બીલીમોરા થી ઉકાઈ તરફ આવી રહી હતી. તેના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ બનાવમાં બાઇકચાલક મીરિયાભાઈ ગામીતને માથામાં અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા થતા એમને તાત્કાલિક 108 વાનની મદદ થી સારવાર માટે સોનગઢ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના ડોકટરે તેમને તપાસી મૃત્યું પામેલા જાહેર કર્યા હતા. આ અંગે પોલીસે મીની બસ નંબર (GJ-18-Z -3288) ના ચાલક સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સોનગઢના વાંકવેલ નજીક બાઇકને અડફેટમાં લેનાર મીની બસ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો