તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ દિવસથી પારો 40 ડિગ્રીને પાર, પ્રજા ત્રાહિમામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યુ છે.વ્યારા ખાતે 40 ડિગ્રી થી નીચે તાપમાન ન જતા જન જીવન પર અસર પડી રહી છે. જેથી વ્યારાના પાનવાડી ખાતે આવેલી જિલ્લા સેવાસદનની તમામ સરકારી કચેરીઓમાં છેલ્લા 4 દિવસથી પ્રજાની અવર જવર ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જિલ્લાની મોટાભાગની કચેરી બપોરના સમયે જાણે સૂમસામ ભાસી રહી છે. આકાશમાંથી અગનગોળાથી બચવા અરજદારો ઘરમાં જ બેસી રહેવાનુ પસંદ કરતા સુનકાર ભાસી રહ્યો છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપી જિલ્લા સહીત વ્યારા ખાતે તાપમાન 40 ડિગ્રીથી નીચે ન રહેતા લોકના કામકાજ પર અસર પડી રહી છે. વધી રહેલી ગરમીના કારણે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપી જિલ્લામાં ના મુખ્યવડા મથક વ્યારા ખાતે પાનવાડી વિસ્તારમાં તાપી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરી આવેલી છે. ગરમીનો પ્રકોપ વધતાં પ્રજા ગરમીથી અકળાઇ ઉઠી છે. જેની સીધી અસર કચેરીમાં બજારો ઉપરાંત જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં જોવા મળી રહી છે. ચૂંટણીની મોસમ કહો કે ગરમીનું મોજુ. દિવસ દરમિયાન પ્રજા બહાર આવવાનું ટાળે છે. દિવસભર પ્રજાની અવર જવરથી ધમધમતી શહેરની મામલતદાર કચેરી જાણે બપોરે અરજદારો વિના સૂમસામ ભાસી રહી છે.

તાપી જિલ્લાના વડામથક વ્યારાની સૂમસામ સરકારી કચેરી

અન્ય સમાચારો પણ છે...