તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વ્યારામાં મેગા જોબ ફેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવાર: સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ભરતીમેળા પખવાડીયાના ઉપલક્ષ્યમાં જિલ્લા રોજગાર કચેરી વ્યારા-તાપી દ્વારા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓને રોજગારી મળી રહે તે માટે તા.28-9-2019ના રોજ સવારે 10 કલાકે આદિજાતિ,વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં ડો.શ્યામા પ્રસાદમુખર્જી હોલ નગર પાલિકા વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો “મેગા જોબ ફેર” અને એપ્રેન્ટીસ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે સાંસદ પરભુભાઈ વસાવા તથા અતિથિ વિશેષપદે ધારાસભ્યો સર્વ મોહનભાઈ ઢોડીયા,પુનાજી ગામીત, સુનિલભાઈ ગામીત, આનંદભાઈ ચૌધરી,નગર પાલિકા પ્રમુખ વ્યારા મહેરનોશ જોખી ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ભરતી મેળામાં 350 થી જગ્યાઓની ભરતી માટે નગર પાલીકા વ્યારા-સોનગઢ ઉપરાંત અન્ય 15 થી વધુ જિલ્લા/જિલ્લા બહારની ખાનગી કંપનીઓ ઉપસ્થિત રહીને ભરતી પ્રક્રિયા હાથ ધરશે. ધો-8 થી ગ્રેજ્યુએટ, ITI (તમામ ટ્રેડ), ફાયર સેક્ટી, કોમ્પ્યુટર ઓપરેટર, પ્લાસ્ટીક પ્રોડક્ટ, BPO, BBA, BCA, B.A.M.S./ B. Pharm (ayurved), MBA, . (કોપા, હેલ્થ & સેનેટરી ઈન્સ્પેક્ટર, ફાયરમેન, ડ્રાફમેન સિવિલ, ઈલેક્ટ્રીકલ, વાયરમેન, પ્લાસ્ટીક પ્રોસેસીંગ, મેકેનિક ડિઝલ, ફિટર, સિવણ) જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...