તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાપ્રધાન મોદીની મુલાકાતને લઇ મુખ્ય સચિવની બંધ બારણે બેઠક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પીએમ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન આગામી 21 અને 22 માર્ચે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર છે. જેના પગલે ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને ફોરેસ્ટના ઉપસચિવ રાજીવ ગુપ્તાએ કેવડિયામાં આવેલા વિવિધ પ્રોજેકટની મુલાકાત લઇ અધિકારીઓ સાથે બંધ બારણે મિટીંગ કરી હતી.

મુખ્ય સચિવ અનિલ મૂકિમે સૌ પ્રથમ ગોરા પાસે બનેલ નર્મદા બ્રિજ બાદ જંગલ સફારી પાર્કની મુલાકત લીધી હતી. વડાપ્રધાન આગામી 21 અને 22 માર્ચનો કાર્યક્રમ બની રહ્યો છે. જેને લઈને તેઓ કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા. પીએમ મોદી જે રૂટ પર જવાના છે તે અંગે પણ અધિકારીઓએ બંધ બારણે ચર્ચાઓ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 માર્ચના બપોર બાદ ક્રુઝ સર્વિસ, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા નર્સરી આરોગ્ય વન, કેક્ટ્સ ગાર્ડન, યુનિટી ગ્લો ગાર્ડનનું લોકર્પણ કરશે. તેઓ રાત્રીના ટેન્ટ સીટી-1 ખાતે રોકાણ કરે તેવી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝીટને લઇને તેમના રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 7 જેટલા પ્રવાસન સ્થળનું થશે લોકાર્પણ થનાર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિગતવાર કાર્યક્રમ આવવાનો બાકી છે.

મુખ્ય સચિવે SOUનાં પ્રોજેક્ટોનું નિરીક્ષણ કર્યુ,મોદી 21મીએ ટેન્ટ સીટીમાં રાત્રિ રોકાણ કરે તેવી શક્યતા

_photocaption_વડાપ્રધાનની કેવડિયા મુલાકાતને લઈ ગુજરાતના મુખ્ય સચિવ વિવિધ પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા હતા. }પ્રવિણ પટવારી*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો