તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આહવા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા સ્વચ્છતા સમિતિની બેઠક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગ જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લા સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.

જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ સ્વચ્છતા સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે આહવા, વઘઈ અને સુબીર તાલુકાના ગામોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ શૌચાલય વિહોણા લાભાર્થીઓને એન.ઓ.એન. બીએલએસમાં આવરી લેવા તથા મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત તેમજ લાભાર્થીઓએ જાતે બનાવેલા હોય તેવા તથા એનજીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓની યાદી રજૂ કરવા તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

વધુમાં ધવલીદોડ ગામ અને કોટબા ગામનું ફરીથી સર્વે કરી શૌચાલય વિહોણા લાભાર્થીઓ ધ્યાને આવે તો લાભ આપવા કાર્યવાહી કરવા તથા ત્રણે તાલુકાના મોટા ગામોનું સર્વે તલાટી કમ મંત્રીઓ સાથે તાલુકા વિકાસ અધિકારીઓએ મિટીંગ કરી શૌચાલય વિહોણા લાભાર્થીઓને લાભ આપવા જરૂરી કાર્યવાહી કરવા ડાંગ જિલ્લા વિકાસ અધિકારી વઢવાણિયાએ તાકીદ કરી હતી.

ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.આર.અસારીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત એલઓબી લક્ષ્યાંક 5900 સામે એસબીએમ આહવા તાલુકામાં 1065,વઘઈ ખાતે 1815 અને સુબીર ખાતે 1727 મળી ડાંગમાં કુલ- 4607 શૌચાલયો તેમજ ચાલુ માસમાં સુબીર તાલુકામાં 52 શૌચાલયો મળી કુલ 4659 શૌચાલયો પૂર્ણ કરવામાં આવ્યા છે.

એકંદરે ખર્ચ આહવા રૂ. 108.52 લાખ, વઘઈ રૂ. 104.48 લાખ, સુબીર રૂ. 84.14 લાખ અને જિલ્લા કક્ષા રૂ. 86.36 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે. વર્લ્ડ બેંક આસીસટેડ હેઠળ શૌચાલય આહવા ખાતે 613ના લક્ષ્યાંકની સામે 448 પૂર્ણ, વઘઈ ખાતે 308ના લક્ષ્યાંકની સામે 292 પૂર્ણ અને સુબીર 173 લક્ષ્યાંકની સામે 43 પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં ચાલુ માસમાં કુલ કુલ રૂ. 70.63 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.

ગ્રામ વિકાસ એજન્સીના વિપુલ પરદેશીએ ગોબરધન પ્રોજેક્ટ બનાવીને ગેસ પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જેમાં 490 મકાનોમાં પશુપાલકો દ્વારા ગોબરગેસ એજન્સી મારફતે આયોજન કરવામાં આવશે.

ડાંગ જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલ શૌચાલયના લાભાર્થીઓની યાદી રજૂ કરવા જણાવામાં આવ્યું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો