તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી પેલાડ બુહારી ગ્રાહક ભંડારની સભા ગેરકાયદે હોવાની ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેલાડ બુહારી ગામની સહકારી સંસ્થા મંડળીઓને ગ્રહણ લાગ્યું હોય તે રીતે પેલાડ બુહારી દૂધ મંડળી, બાદ પેલાડ બુહારી ગ્રાહક ભંડારમાં પણ રાજકરણીઓની રમતને કારણે તથા આંતરિક ડખાને કારણે સહકારી મંડળીઓનું ભાવિ ધૂંધળું દેખાઈ રહ્યું છે, ભંડારના પ્રમુખના મૌખિક રાજીનામાને લઈ ઉપપ્રમુખના અધ્યક્ષ સ્થાને બોલાવેલી સભા ગેરકાયદેસર હોવા અંગે પ્રમુખ અને અન્ય ત્રણ કમિટી સભ્યોએ લેખિતમાં તાપી જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરી છે. એક તરફ પ્રતિનિધિના ઠરાવ ઉપપ્રમુખના લેટરપેડ પર મોકલતા માહોલ ગરમાયો છે.

વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામનું રાજકરણ ઘણાં સમયથી ચરમસીમાં પર હોવાથી તમામ સહકારી સંસ્થામાં ગ્રજગાહ જોવા મળી રહ્યો છે. એકબીજાને પછાડવા માટે રાજરમત રમતાં સહકારી મંડળીઓમાં આંતરવિગ્રહને પગલે સહકારીતા નહીં જળવાતા ટાંટિયા ખેંચ પ્રવૃત્તિને વધુ વેગ મળ્યો છે. પેલાડ બુહારી ગામે આવેલ ગ્રાહક ભંડારમાં કુલ 9 કમિટીના સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે દીપકભાઈ પ્રેમાભાઈ પટેલ તરીકે નિમણુંક થઇ હતી. પેલાડબુહારી સહકારી ગ્રાહક ભંડારની માસિક મીટિંગ તારીખ 5.3.2020 રોજ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં માસિક હિસાબ કિતાબની સાથે પરિપત્ર સુ.ડી.કો. બૈકમાં પ્રતિનિધિ મોકલવા બાબતે મિટિંગમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો હતો. જેમાં પ્રમુખ દિપકભાઈ પી. પટેલની સામે વિજયભાઈ આઈ પટેલે ઠરાવ મોકલવા માટે રજુઆત કરી હતી. જેને પગલે બંને વચ્ચે કમિટી સભ્યોએ મતદાન કર્યુ હતું. જેમાં વિજયભાઈ પટેલને 5 અને દિપકભાઈ પટેલને 3 મત મળ્યા હતા. અને એ બાબતનો ઠરાવથી ગજગ્રાહ વકરીયો હતો.

પેલાડબુહારી ગ્રાહક ભંડાર ના પ્રમુખે મૌખિક રાજીનામું આપવાની વાત કહેતા,ગતસભાની કાર્યવાહી વાંચનમાં લેવા બાબત અને ઉપપ્રમુખના સ્થાનેથી રજુ થતાં કામો સભ્યો અનાજ વિતરણને ધ્યાનમાં રાખીને ઉપપ્રમુખના અધ્યક્ષ સ્થાને મિટિંગ તારીખ 16.3.2020ના રોજ બોલાવી હતી. જે બાબતના પગલે બંને પ્રમુખ અને ઉપપ્રમુખની પક્ષ વચ્ચે ગ્રજગાહ જોવા મળ્યો હતો. બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળતા રાજકારણ સક્રિય થયું છે.

એકતરફ પ્રમુખ દિપકભાઈ પટેલની સાથે અન્ય ત્રણ કમિટી સભ્યો તરૂણ પટેલ, ભાલચંદ્ર પટેલ, ઈશ્વર પટેલે તાપી જીલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે ઉપપ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલ સભામાં સહકારી કાયદા વિરુદ્ધ છે. જયારે પેલાડબુહારી સહકારી ગ્રાહક ભંડારના ઉપપ્રમુખે લોકહિતને ધ્યાનમાં રાખીને કરેલ મિટિંગમાં પસાર કરેલા ઠરાવો બાબતે જિલ્લા રજીસ્ટ્રાર શું નિર્ણય લેવાશે એના પર સૌની મીટ મંડાયેલી છે. બંને પક્ષે સુડીકો બૈકમાં પ્રતિનિધિ ઠરાવ મોકલવાની કવાયત હાથ ધરી છે.

હોદ્દેદારોના આંતરિક વિવાદને લઇ દુધ મંડળી બાદ હવે ગ્રાહક ભંડારનું રાજકારણ ગરમાયું

ડિસ્ટ્રિક્ટ બેંકમાં પોતાના પસંદગીના પ્રતિનિધિને બેસાડવા માટે રાજરમત

ડી.કો.બેંકમાં પ્રતિનિધિ તરીકે ના ઠરાવ મોકલવા બાબતને લઈને સહકારી મંડળી ઓમાં ઘમાસાણ થઈ રહ્યા છે. મંડળીના પ્રતિનિધિ ઓની વધારે પડતી મહત્વાકાંક્ષાને પગલે ગ્રામ્ય કક્ષાએ સહકારી રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. ઉચ્ચકક્ષાએ થી રાજકીય નેતાઓ પાછલે બારણે પોતાના પસંદગીના પ્રતિનિધિ બેસાડવા માટે રાજરમત રમાડી રહ્યા હોય એવી પ્રતિતિ થઈ રહી છે. હવે આગામી દિવસોમાં જોવું રહ્યું પ્રતિનિધિ નો ઠરાવ ને માન્યતા મળે એ આવનાર સમયે ખબર પડશે.
અન્ય સમાચારો પણ છે...