તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરામાં ખેડૂત સહકારી મંડળીની સભા સંપન્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા વિભાગ વિવિધ કાર્યકારી ખેડૂત સહકારી મંડળીની 63મી સાધારણ સભા શનિવાર સવારે દેવસર એપીએમસી માર્કેટ સભાખંડમાં મળી હતી. જેમાં નાણાકીય વર્ષના વાર્ષિક લેખાંજોખાં રજૂ કરાયાં હતા. મંડળી એ વર્ષ દરમિયાન રૂ. 1,96,412 નો નફો મેળવી વિકાસ હરણફાળ ભરી છે. વ્યવસ્થાપક કમિટીના તમામ ૧૫ સભ્યો બિનહરીફ બનતાં ચૂંટણી ટળી હતી. નિયુક્ત થયેલા સભ્યોનું સન્માન પણ કરાયું હતું.

બીલીમોરા વિિવધ વિભાગ કાર્યકારી ખેડુત સહકારી મંડળી કાયમી અને નોમિનલ મળી 1866 સભાસદો ધરાવે છે. બીલીમોરા તલોધ, આંતલિયા,ધકવાડા, ઉંડાચ વાણિયા ફળિયા અને લુહાર ફળિયા, ગોયંદી-ભાઠલા, ખાપરવાડા અને વણગામનું કાર્યક્ષેત્ર ધરાવે છે. મંડળીના સાત ભંડારા કાર્યરત છે. ભંડારા ઉપરથી ખેત પેદાશો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા જેવી ચીજવસ્તુઓનો વેપાર કરવામાં આવે છે. એ ઉપરાંત ગુજરાત ગેસધારકો અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોને બિલ ભરવાની સગવડ પૂરી પાડે છે. શનિવાર સવારે મંડળીના પ્રમુખ રઘુભાઈ પટેલ (દેવસર)ની અધ્યક્ષતામાં 63મી સાધારણ સભા મળી હતી. જેમાં તેમણે મંડળીની પ્રવૃત્તિ સાથે વિકાસ ગાથાનો ચિતાર રજૂ કરી 31 મી માર્ચ 2019ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક લેખાંજોખાં રજૂ કર્યા હતા. મંડળીએ વર્ષ દરમિયાન 1,96,412 રૂપિયાનો નફો પ્રાપ્ત કર્યો છે. જે વર્ષ 2017-18ની સરખામણીએ 51,685 જેટલો વધુ છે. આ ઉપરાંત શેરોમાં વધારાનું 8,07,300નું રોકાણ કર્યું છે.

બીલીમોરા તલોધ, આંતલિયા, ધકવાડા, ઉંડાચ વાણિયા ફળિયા અને લુહાર ફળિયા, ગોયંદી-ભાઠલા, ખાપરવાડા અને વણગામનું કાર્યક્ષેત્ર ધરાવે છે.

બેંક અને વીમા કંપનીની શાખાઓ મંડળી મકાનમાં ભાડેથી ચાલે છે. ગણદેવી તાલુકા ખેડૂત સંઘના પ્રમુખ ગોવિંદભાઈ પટેલે મંડળી વિકાસને વધાવી સભાસદોને જણાવ્યું હતું કે તમને સહકારી માળખું વારસામાં મળ્યું છે. જેને આગળ ધપાવી વિકાસ કરવાની ઉમદા તક છે. સરકારની વિવિધ યોજનાઓનો મંડળી મારફત લાાભ લેવો જોઈએ. સહકારી પ્રવૃત્તિના સ્થાપનાકાળથી આજ દિન સુધીના સંસ્મરણો તાજાં કર્યાં હતાં. તેમણે મંડળીની સેવાકીય, ખેડૂતલક્ષી, સમાજલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે ગણદેવી ખેડૂત સંઘના મેનેજર પરિમલભાઈ રાવલ તેમજ સહકારી અગ્રણીઓનું સન્માન કરાયું હતું. વર્ષ 2019-20 ના અંદાજપત્ર સહિત એજન્ડા ઉપરનાં ૧૧ જેટલાં કામો સર્વાનુમતે પસાર કરાયા હતા. વ્યવસ્થાપક કમિટીની સભાસદોને ૧૨ ટકા ડિવિડન્ડ આપવાની ભલામણ બહાલ રખાતા સભાસદોમાં આનંદ વ્યાપી ગયો હતો. મંડળીના પ્રમુખ રઘુભાઈ પટેલ, ઉપપ્રમુખ મગનભાઈ પટેલ, સેક્રેટરી મહેશભાઈ પટેલ, સભ્યો હરીશ પટેલ, લક્ષ્મણ પટેલ, દીપિકાબેન પટેલ, સહિત વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને સભાસદો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...