તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં નાગરિક સંશોધન બિલના સમર્થનમાં સભા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા | મહુવા પંથકમા નાગરિક સંશોધન બિલના સમર્થનમા વિશાળ સભા યોજાઈ હતી. મંત્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમા યોજાયેલ આ સભામા નાગરિક સંશોધન બિલ વિશે વિગતવાર સમજ આપવામા આવી હતી. ત્યારબાદ આ બિલના સમર્થનમા મોબાઈલ પર થી મિસકોલ કરવામાં આવ્યો હતો. મહુવા પંથકમાં મંત્રી ગણપતભાઈ વસાવા, મહુવા તાલુકા ભાજપ પ્રમુખ જીગરભાઈ નાયક, ઉપપ્રમુખ હિતેશભાઈ નાયક, માજી સુરત જિલ્લા પંચાયત સદસ્ય અનિલભાઈ પટેલ, મહુવા સરપંચ નિલાબેન પટેલ, મહુવા સુગર ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, મહુવા ડે. સરપંચ જીનેશભાઈ ભાવસાર, મોહનિશ ચૌહાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમા નાગરિક સંશોધન બિલના સમર્થનમા સભા મળી હતી.આ પ્રસંગે ગણપતભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે આ કાયદાથી કોઈ પણ મુસ્લિમ પરિવારે ડરવાની જરૂર નથી. કોંગ્રેસ દ્વારા આ કાયદાનો દુષ્પ્રચાર કરીને જનતાને ગુમરાહ કરી દેશનું વાતાવરણને ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો