તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોસમડીમાં મેડિકલ નિદાન અને દવા વિતરણ કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર કોસમડી ખાતે મફત મેડિકલ નિદાન અને દવા વિતરણ કેમ્પ યોજાયો હતો. હેલ્થ રિચ ઇન્ડિયા (યુ.એસ.એ) ના આર્થિક સહયોગ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો લાભ લીધો હતો. એક દિવસમાં 12 ગામના લોકો માટે 3 તબક્કામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોક કલ્યાણ સેવા સંસ્થા વડગામ, શ્રીરજલીલા સેવા ટ્રસ્ટ અમદાવાદ, રતનદીપ કેન્સર સેન્ટર તથા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સુરત, સાયકોલોજીકલ ડેવલપમેન્ટ એન્ડ મેન્ટલહેલ્થ ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મફત મેડિકલ નિદાન અને દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ રિચ ઇન્ડિયા( યુ.એસ.એ) નો આર્થીક સહયોગથી ડેટા બિપિનભાઈ પટેલ અને મુકુલાબેન પટેલ પરિવાર ન્યુજર્સી અમેરિકાના ઉપક્રમે આયોજન કરાયું હતું. જેમાં રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે જેમાં સવારે 9 થી12 વાગ્યા દરમિયાન કોસમડી, કાપોદ્રા, ભરકોદ્રા, કોંઢ, બપોરે 1 થી 3 વાગ્યા દરમિયાન બોરિદ્રા, સિલુડી, દોડાવાડા, વટારીયા, માટે તેમજ બપોરે 3 થી 5 સેંગપુર,પીરપારડી, પીપરોડ, અને અવાદર ગામ માટે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જનરલ ફીજીશીયન, આંખના, સ્ત્રી રોગ,બાળ રોગ, સહીત વિવિધ તજજ્ઞ તબીબ દ્વારા સેવા આપી હતી જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો