તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગલકુંડ,પીપલદહાડ અને શામગહાન ખાતે મેડિકલ કેમ્પ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકાના ગલકુંડ, શામગહાન અને પીપલદહાડ ગામે દિવાળીબેન ટ્રસ્ટ, બારડોલી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમેરિકાના વયસ્ક ડોકટરોએ પોતાની સેવા આપી હતી. 6ઠ્ઠી જાન્યુઆરીએ ગલકુંડ ખાતે યોજાયેલા કેમ્પમાં કુલ 678 દર્દીઓએ લાભ લીધો હતો. 7મી જાન્યુઆરીએ શામગહાન ખાતે યોજાયેલ કેમ્પમાં 526 લાભાર્થીઓ અને 8મી જાન્યુઆરીએ પીપલદહાડ ગામે યોજાયેલા કેમ્પમાં 610 લાભાર્થીઓએ લાભ લીધો હતો. ત્રણે કેમ્પમાં 26 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે, 7 દર્દીઓને શારિરીક સર્જરી માટે અને 127 દર્દીઓને અન્ય ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યા હતા. તમામ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. ટ્રસ્ટીઓએ યુવા સંયોજકો રાજેશ પટેલ, બનેશ ચૌધરી અને ગંગારામ ચૌધરીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો