મરવડ- કડૈયા ગ્રામ પં.ની પેટા ચૂંટણીમાં 3 ઉમેદવાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મરવડ અને કડૈયા ગ્રુપ ગ્રામ પંચાયતના બે સભ્યોએ રાજીનામાં આપ્યા બાદ દમણ ચૂંટણી અધિકારી દ્વારા બંને પંચાયતની ખાલી બેઠક ઉપર પેટા ચૂંટણી હાથ ધરાશે. મંગળવારે આ બંને બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે મરવડ પંચાયત વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દલવાડાના મનિષ ચીમનભાઇ પટેલે ઉમેદવારી કરી છે. જ્યારે અપક્ષ તરીકે જાકીરભાઇ પીરવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ કડૈયા ગ્રામ પંચાયતના સભ્યની પેટા ચૂંટણીમાં ભાજપના મુકેશભાઇ છોટુભાઇ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. દમણ જિલ્લા પંચાયત પ્રમુખ અસ્પી દમણિયાની અધ્યક્ષતામાં ફોર્મ ભરવાની કામગીરી પુરી કરાઇ હતી. આ બંને પંચાયતના સભ્યોની પેટા ચૂંટણી આગામી 1લી માર્ચના રોજ યોજાશે. કડૈયા ગ્રુપ પંચાયતમાં ભાજપના ઉમેદવાર સામે અન્ય કોઇ ઉમેદવારે ફોર્મ ભર્યુ ન હોવાથી બિનહરીફ વિજેતા જાહેર કરાશે.

ભાજપ -અપક્ષ વચ્ચે સીધો જંગ, 1લી ચૂંટણી

અન્ય સમાચારો પણ છે...