તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિસ્કીટ અને ખાદ્ય પદાર્થની આડમાં મારૂતિ વાનમાં લઇ જવાતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિસ્કીટ અને ખાદ્ય પદાર્થની આડમાં મારૂતિ વાનમાં લઇ જવાતા દારૂ સાથે એલસીબીએ એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વાપી દેગામ ચારરસ્તા પર વોચ ગોઠવતા દમણ તરફથી આવતી વાનને અટકાવી અંદર ચકાસણી કરતા બિસ્કીટ, ચોકલેટ અને અન્ય ખાદ્ય પદાર્થના બોક્ષ મળી આવ્યા હતા. જેની અંદરથી દારૂના જથ્થા દેખાતા આરોપી ચાલક મોહમ્મદ પઠાણ રહે.આહવા ડાંગની ધરપકડ કરી કુલ રૂ.85,000ના દારૂ સાથે ટેમ્પો કબજે કરાયો હતો. આ જથ્થો ક્યાંથી ભરી ક્યાં લઇ જતો હતો તે માટે આગળની તપાસ હાથ ધરાઇ છે. હવે દારૂની ખેપ મારનારાઓ પોલીસથી બચવા માટે નવા ક્રિમીયા અજમાવતા હોય છે. જેમાં તેઓ અન્ય શહેરની બિલ્ટી અને જરૂરી કાગળિયા પણ રાખતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...