તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાવલી ગામે સાસરીયાના ત્રાસથી પરણિતાનું વિષપાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાગબારાના જાવલી ખાતે પ્રેમ લગ્ન કરી ગયેલી પરણીતાએ સાસરીયાઓના અતિશય ત્રાસના કારણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. મૃતકના પિતાએ પતિ સાસુ અને સસરા વિરુદ્ધ આપી ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાગબારા તાલુકાના બર્કતુરા ગામની સુહાનીએ જાવલીના રાહુલ ધરમદાસ વસાવા સાથે દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતાં. સુહાનીના પિતા સુભાષ બાબુભાઇ વસાવાએ તેમના સમાજમાં બંને પક્ષોની ઈજ્જત સાચવવા સમાજના રીત રિવાજ મુજબ તેમના દાવા બાબતે વાત આગળ ધરેલી હોય તેથી સુહાનીના સાસરિયાઓ પૈકી પતિ રાહુલ , સાસુ લતાબેન અને સસરા ધરમદાસ￶ તારા લીધે અમે દેવું કરવાના નથી તુજ તારી જાતે કમાઈને પૈસા આપજે તેમ કહી વારંવાર સુહાનીને અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપતાં હતાં. 12 ફેબ્રુઆરીએ સુહાનીએ તેની જાવલી ખાતે સાસરીમાં ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા સુહાનીના પિતા સુભાષભાઈ બાબુભાઇ વસાવા એ પતિ , સાસુ અને સસરા ત્રણેય વિરુદ્ધ સાગબારા પો.સ્ટે. માં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો