તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીંચલી પાસે કાર ખીણમાં ખાબકી મરાઠી દંપતીનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં ચીંચલીથી મહારાષ્ટ્રને જોડતા રાજ્યધોરી માર્ગનાં ચીંચલી ગામ નજીકનાં સરહદીય ઘાટમાર્ગનાં ખીણમાં ટવેરા ગાડી ખાબકતા ઘટનાસ્થળે મહારાષ્ટ્રીયન હોટલિયર દંપતીનું મોત નિપજ્યું હતું.

ગુરુવારે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીંચલી ગામ નજીકનાં સરહદીય વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં ભોજન કરી પોતાના વતન મુલેર તરફ જઈ રહેલા મહારાષ્ટ્રીયન હોટલિયર દંપતીની ટવેરા ગાડી (નં. એમએચ-24-પી-3003) ચીંચલીથી મહારાષ્ટ્ર રાજ્યને જોડતા સરહદીય ચીંચલી ઘાટમાર્ગમાં ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ઊંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનાં બનાવમાં ટવેરા ગાડીમાં સવાર દંપતીમાં નવજીવન શર્મા (ઉ.વ. 45) અને તેમની પત્ની પુષ્પાબેન શર્મા (ઉ.વ. 42, રહે. મુલેર, તા. સટાણા, જિ.નાસિક)ને શરીરનાં ભાગે ગંભીર ઇજાને પગલે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ચીંચલી આઉટ પોલીસ ચોકીને પોલીસ ઘટનાસ્થળે ધસી જઈ મૃતક દંપતીનાં મૃતદેહને ખીણમાંથી બહાર કાઢી પી.એમ.માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ
ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...