તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષાને લઈ તાપી જિલ્લામાં 20થી વધુ ચેકપોસ્ટ બનાવાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાં ચાલી રહેલા યુદ્ધ જેવા માહોલના પગલે તાપી જિલ્લામાં એલર્ટનો માહોલ કરી દેવાયો છે. તાપી જિલ્લા ખાતે તાપી જિલ્લા પોલીસવડા એન. એન. ચૌધરી દ્વારા સઘન આયોજન હાથ ધરી જિલ્લામાં કડક એક્સન પ્લાન બનાવી યોજાયેલી પરપ્રાંતને જોડતી સરહદો ઉપર 20થી વધુ હંગામી ચેકપોસ્ટ ઉભા કરી દેવાયા છે. બેરીકેટ બનાવી આધુનિક હથિયારો સાથે જવાનો ને મૂકી દેવાયા છે.

તાજેતરમાં જમ્મુ કાશમીરમાં પુલાવા ખાતે આતંકવાદી હુમલા બાદ આજરોજ સેનાના જવાનો દ્વારા એર એટેક કરી દુહો હતો. જેના પગલે તાપી જિલ્લા ખાતે સલામતી આ ભાગ રૂપે સુરક્ષા વધારી દેવાઈ છે. જેના પગલે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા તાપી જિલ્લા ખાતે સુરક્ષા વધારી દેવાઈ છે. તાપી જિલ્લા પોલીસવડા એન. એન. ચૌધરી દ્વારા તાપી જિલ્લા ખાતે સઘન ચેકીંગ હાથ ધરી દેવા સૂચના અપાઈ છે. જે અંતર્ગત તાપી જિલ્લા ખાતે આવેલા સાત તાલુકામાં આવેલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની હાઇવે સહીત વિસ્તારોમાં સઘન ચેકીંગના આયોજન કરાયું હતું. જિલ્લાની આંતર રાજય બોર્ડર ઉપરના સોનગઢ, ઉચ્છલ, નિઝર ખાતે 20 હંગામી ચેકપોસ્ટ ઉભી કરી છે. ચેકીંગ હાલ ચાલુ કરી દેવાયું છે. સાથે બેરીકેટ મૂકી દેવાયા છે. માર્ગની બાજુમાં આધુનિક હથિયારો સાથે જવાનો ને રાઉન્ડ ઘી ક્લોકમાં પેટ્રોલિંગ માટે મુકી દેવાયા છે. જિલ્લામાં સાત તાલુકામાં આવેલી વિવિધ પ્રવેશતા અન્ય માર્ગો ઉપર પૂરતો પોલીસ સ્ટાફ ગોઠવી રાઉન્ડ ધ કલોક ચેકીંગ હાથ ધરવા અને વાહનોની નોંધણી સહીત શકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રખાઇ રહી છે.

તાપી જિલ્લામાં નવી ચોકી બનાવવામાં આવી ચેકિંગ હાથ ધરાયું.

તમામ માર્ગો પર ચાંપતી નજર રખાશે
તાપી જિલ્લા ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા ભાગ રૂપે સાતેય તાલુકા અને તમામ પોલીસ મથકો દ્વારા વિશેષ સુરક્ષાની કામગીરી હાથ ધરવાની સૂચના આપી દીધી છે. હથિયાર સાથે સજ્જ પોલીસ ટીમ દ્વારા જિલ્લા અને રાજ્યને જોડતા તમામ રસ્તા ઓ સુરક્ષા હેઠળ રખાયા છે. એન.એન. ચૌધરી, જિલ્લા પોલીસ વડા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો