તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવાના ગોપળાથી જુગાર રમતા સાત ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહુવા તાલુકાના ગોપળા ગામની ગામતળ ફળિયામાં બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા સાત લોકોને મહુવા પોલીસે ઝડપી લઈ 87858નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મહુવા પોલીસને મંગળવારે ખાનગી રાહે બાતમી મળી હતી કે તાલુકાના ગોપળા ગામના ગામતળ ફળિયામાં બસ સ્ટેન્ડ નજીક કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે મહુવા પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યાએ છાપો મારતા જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા,જેમાં જીગલ રમેશ પટેલ રહે.દેદવાસણ,નલિન પટેલ રહે. ગોપળા, જગજીવન બાબર પટેલ રહે. ગોપળા, નરેશ પટેલ રહે. ખરવણ, સુનિલ પટેલ રહે. ખરવણ, કલ્પેશ પટેલ રહે. ગોપળા, યોગેશ પટેલ રહે. ગોપળાને રંગે હાથે પકડી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી મોબાઈલ, મોટરસાયકલ મળી 87858 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.મહુવા પોલીસે પકડાયેલ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો