તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢમાં મહારાજા સયાજીરાવ જયંતિએ શોભાયાત્રા-રક્તદાન કેમ્પ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સોનગઢ માં બરોડા ગાયકવાડી સ્ટેટના પ્રજાવત્સલ રાજવી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની અર્ધકદની પ્રતિમાના સ્થળે સુંદર સજાવટ સાથેનો ચોતરો તૈયાર કરવામાં આવ્યો હતો એને પણ પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સોનગઢ મિત્ર મંડળ, યુવક મંડળ અને નગરપાલિકા સોનગઢના સહયોગથી સવારે ઓટા ચાર રસ્તાથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા

દિવંગત રાજાને ભજન કીર્તનના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી. આ યાત્રા બસ સ્ટેન્ડ નજીક મહારાજાની પ્રતિમા પાસે સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. અહીં વક્તાઓ દ્વારા મહારાજા સયાજીરાવના સમયમાં સોનગઢ ખાતે ઉભા કરવામાં આવેલ સ્થાનો જેવા કે કુમારશાળા, કન્યાશાળા,પુસ્તકાલય, પીવાના પાણી માટેની વ્યવસ્થા,વાજપુર અને સોનગઢનો કિલ્લો એ સહિતના મંદિરો વગેરે સ્થાનોને યાદ કરી એમની પ્રજા પ્રત્યેની વાત્સલ્યતા વર્ણવવામાં આવી હતી. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એ પછી આયોજક એવા પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ચિન્તનભાઈ દેસાઈ,સોનગઢ સેવા સમિતિના વિજયભાઈ પાવશે અને યુવક મંડળના ભરતભાઈ શિંદે વગેરેએ મહારાજા સાથેના સોનગઢનો નાતો કેટલો ગાઢ હતો એ બાબતે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી. સંચાલન બકુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો