તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીના જલાબાપા મંદિરે 22 વર્ષમાં પ્રથમ વખત મહાપ્રસાદ બંધ રખાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી હાઇવે સ્થિત જલારામ મંદિરે દર રૂવારે અંદાજે 5 હજારથી વધુ ભકતો મહાપ્રસાદીનો લાભ લેતા હતા. જોકે, હાલમાં સમગ્ર વિશ્વમા કોરોના વાયરસે ભરડો લેતા અને દેશમાં પણ કેસમાં વધારો થતા વાપીના જલાબાપા મંદિરે આ ગુરૂવારે 22 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મહાપ્રસાદી બંધ રાખવામાં આવી હતી.

વાપીના ધાર્મિક સ્થળો ઉપર કોરોના વાયરસને લઇને ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે. વાપી હાઇવે સ્થિત જલારામ મંદિરનું વર્ષ 1998માં નિર્માણ થયા બાદ કોઇપણ સંજોગમાં દર ગુરૂવારે મહાપ્રસાદીનું વિતરણ કરાતું હતું. કોરોના વાયરસના સંક્રમણને લઇને પ્રશાસન દ્વારા તમામ ધાર્મિક સ્થળો ઉપર લોકોની અવર જવર રોકવા માટે આદશે થયા બાદ આજે વાપી જલાબાપાના મંદિરે મહાપ્રસાદીનું આયોજન બંધ રખાયું હતું. સંસ્થાના સંચાલકોના જણાવ્યા મુજબ આગામી 26મી માર્ચે પણ મહાપ્રસાદી બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...