ઓલપાડના જોથાણની કે.વી.માંગુકિયા દિવ્યજીવન સાધના વિદ્યાલયનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટકારમા | રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સુરત દ્વારા સંચાલિત કલા મહાકુંભની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ઓલપાડની તળાદ હાઈસ્કૂલમાં યોજાઈ હતી, જેમાં કે.વી.માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય જોથાણના વિદ્યાર્થીઓ લગ્નગીતમાં દ્વિતીય , સમૂહગીત તેમજ લોકગીતમાં પ્રથમ નંબરે વિજેતા થયા હતા.આ તાલુકા કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભના વિજેતા સ્પર્ધકોની કન્યા વિદ્યાલય અસ્તાન ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઓલપાડ તાલુકાના જોથાણની કે.વી. માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલયના બાળકોએ સમૂહગીતમાં દ્વિતીય , 6 થી 14 વયજૂથની લોકગીતમાં દ્વિતીય અને 15 થી 20 વયજુથ લોકગીતમાં પ્રથમ નંબર મેળવીને શાળાનું નામ રોશન કર્યું હતું શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન , શાળાના ટ્રસ્ટીગણો સહિત શાળા પરિવારે તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને શાળાના સંગીત શિક્ષક સતિષ ગામિતને અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...