તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ઝરી ચાલકે રોંગ સાઇડ આવી બાઇકને ટક્કર મારતા 3 ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઝઘડિયા તાલુકાના રાજપરા ગામે રહેતા ચંપક શના વસાવા ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ ચંપક વસાવા, પત્ની રમીલાબેન, ભત્રીજા અંબાલાલ સાથે રાજપારડી થઇ સંજાલી ગામે તેમની બહેનની ખબર કાઢવા ગયા હતા. ઉમલ્લા તરફ પરત ફરતી વેળા સંજાલી પાટિયા પાસેથી પસાર થતા હતા. ત્યારે ઉમલ્લા તરફથી એક લક્ઝરીનો ચાલાક રોંગ સાઇડે આવતા બાઇકને અડફેટે લીધી હતી. લક્ઝરીની ટક્કર વાગતા બાઈક સવારો હવામાં ફંગોળાતા ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં ચંપક ભાઈને માથાના ભાગે, રમીલાબેન અને અંબાલાલને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલાક લક્ઝરી મૂકી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચંપક વસાવાએ લક્ઝરી ચાલક વિરૃદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઈજાગ્રસ્ત ત્રણેયને ભરૂચ સિવિલમાં ખસેડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો