તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગમાં આઉટસોર્સિંગથી કામ કરતા કર્મીઓને ઓછુ વેતન અપાતા રજૂઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગ જિલ્લા પંચાયતમાં આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને એજન્સી દ્વારા ઓછું વેતન ચૂકવી શોષણ કરતા હોવાની કર્મચારીઓ દ્વારા લેખિત રજૂઆત ઉચ્ચસ્તરે કરી છે.

ડાંગ જિલ્લા પંચાયતમાં ડ્રાઈવર, પ્યુન, સિક્યુરિટી અને કમ્પ્યૂટર ઓપરેટર તરીકે સેવા બજાવતા કર્મચારીઓને આઉટસોર્સિંગ એજન્સીના સંચાલકો સરકારે નકકી કરેલા નિયમો અનુસાર લઘુત્તમ વેતન દર કરતા તદન નજીવું વેતન ચૂકવણી કરી શોષણ કરતા હોવાની ચોંકાવનારી ફરિયાદ કર્મચારીઓએ નાયબ કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ કરી કથિત એજન્સી સામે કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કરાયો છે. કર્મચારીઓને દર મહિને 14 હજારનું વેતન એજન્સીને ચૂકવે છે, તેમ છતાં એજન્સી આદિવાસી કર્મચારીઓને દર મહિને 8 હજાર જ ચૂકવે છે. સાપુતારા પતંગોત્સવમાં પધારેલા આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરને રજૂઆત કરવામાં આવતા તેઓએ મહેનતાણા બાબતે તપાસ હાથ ધરી કર્મચારીઓને થતો અન્યાય દૂર કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો