તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિકોએ વેંગણીયા નદીમાં રેતીખનન અટકાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી વેગણીયા નદી બંધારણના ઓવારે ગણદેવી નગરપાલિકા દ્વારા સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત એક મહિના અગાઉ પુલની નજીક નદીની સાફસફાઈની કામગીરી સોંપાઈ હતી. જેની આડમાં લગોલગ રેતીખનન ચાલતું હોવાનું સ્થાનિકોને ધ્યાને આવતા કાંઠાના કાત્રક વિલાના 35થી વધુ રહીશોએ મંગળવારે પાલિકા ઉપર પહોંચી રેતીખનન અટકાવવાની માંગ કરી હતી. જેને પગલે ચીફ ઓફિસરે હાલ આ કામ બંધ કરાવ્યું છે

ગણદેવી નગરપાલિકાના આગવી ઓળખ સમા બંધારા પુલના ઓવારે વેગણીયા નદીના પટમાંથી ભેગો થયેલો કચરો અને માટી દૂર કરવા ગણદેવી નગરપાલિકા દ્વારા પુલની પશ્ચિમ તરફ ત્રણસો ફૂટ સુધીના વિસ્તારને સાફ કરવા અને ઊંડો કરવા સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત કામગીરી હાથ ધરી હતી. આ માટે જે માટે નદીના પાળા ઊંડા કરી બંધારા પુલ સુધીનો સમગ્ર પટ ઉંડો કરવામાં આવી રહ્યો છે. આ માટે દિવસ-રાત કામગીરી ચાલી રહી છે. જેમાં જેસીબી મશીન દ્વારા કાદવકીચડની સફાઈ કરવામાં આવી રહી છે. આ કામગીરી વિસ્તરણ કરી જૂના રેલવે પુલ થઇ પાલિકાના ઈન્ટર સુધીના પટને 7થી 8 ફૂટ ઊંડો કરવામાં આવશે. જોકે સફાઈની આડમાં બંધારણ પુલથી 300 ફૂટ દૂર નદીના પટમાંથી બોટ અને પાઇપ દ્વારા ગેરકાયદે રીતે રેતી કાઢવાની કામગીરી પણ શરૂ થઈ હતી. બંધારા નજીકના કાત્રક વિલા ફળિયાના રહીશોને આ બાબત ધ્યાને આવતા ભવિષ્યમાં રેતીખનનથી નદીમાં ધોવાણની સ્થિતિ સર્જાશે જે કારણે ધોવાણને પગલે જમીન અને નદી કિનારો અને રહેણાંક વિસ્તારને નુકસાનીની સંભાવના હોવાનું જણાતા મંગળવારે સાંજે આ સ્થાનિકોએ ગેરકાયદેસર રીતે ચાલતી રેતીખનનની પ્રવૃત્તિ અટકાવી પાલિકા પર પહોંચ્યા હતા. પાલિકા ચીફ ઓફિસરને આ પ્રવૃત્તિ અટકાવવા માટે માંગ કરી હતી. જેમના સમર્થનમાં વિપક્ષના સભ્ય જ્યોતિબેન દેસાઈ પણ તેમની સાથે પહોંચ્યા હતા જે બાદ ચીફ ઓફિસરે જયાબેન મહેતાએ ઘટનાસ્થળે જઈ ગેરકાયદેસર રીતે ચાલતી આ રેતીખનનની પ્રવૃત્તિ અટકાવી હતી. તેમણે આ બાબતે તળિયાઝાટક તપાસ કરી આ કામગીરીમાં સામેલ લોકોને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવશે એમ જણાવ્યું હતું.

ગણદેવી વેંગણીયા નદીમાં ડ્રેજિંગની આડમાં ચાલતી રેતીખનનની પ્રવૃત્તિને સ્થાનિકોએ અટકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...