નિઝર કોલેજમાં સાક્ષરતા ક્લબનું ઉદ્ધાટન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર ખાતે આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમા ચૂંટણી સાક્ષરતા ક્લબના ઉદ્ઘાટન પ્રસંગે કલેકટરશ્રી આર.જે હાલાણી સાહેબે કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આજે તમને જાગૃત થવું પડશે. નિઝર કોલેજમાં ચૂંટણી સાક્ષરતા ક્લબની બુધવારના રોજ સ્થાપના કરવામાં આવી હતી .આ કાર્યક્રમ તાલુકા સેવા સદન અને કોલેજના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરવામાં આવ્યો હતો .આ કાર્યક્રમની રૂપરેખા પ્રાંત ઓફિસરશ્રી આર.સી.પટેલએ આપી હતી. કાર્યક્રમમાં પ્રોફેસર જસવંત રાઠોડ એ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. મામલતદાર કે.વી જાદવ,આચાર્ય ડો.બી એ તેવેતીયા, કેમ્પસ એમ્બેસેટર નિતીનભાઇ, NSS પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય ઠાકુર, કેળવણી નિરીક્ષક અરવિંદ ગામીત, ડેપ્યુટી મામલતદાર સુનીલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.