તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવીની મોડર્ન પબ્લિક સ્કૂલમાં લાયન્સ સન્માન સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી | શાહી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગત શૈક્ષણિક સત્રમાં જ પ્રારંભાયેલા મોડર્ન પબ્લિક સ્કૂલમાં ગણદેવી લાયન્સ પરિવારને ટ્રસ્ટ ખાસ આમંત્રિત કરી સન્માનતા બાળ વિભાગનાં બાળકો માટે એક રૂમ એસી અને રોકડ રૂ. 21 હજારની દાનની જાહેરાત કલબના ડિસ્ટ્રિકટ ચેરમેનો અને પ્રમુખે કરતા શાહી એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારો અને ઉપસ્થિત ટ્રસ્ટીગણે લાયન્સ કલબને બિરદાવ્યા હતા. કલબના પ્રમુખ મીનાબેન દેસાઈએ સ્કૂલના બાળકો માટે સંપૂર્ણ સહકારી ખાતરી ઉચ્ચારી હતી. શાળાના બાળકોને કલબ વતી બેબી દુર્વા પ્રજાપતિએ ડિજિટલ સ્લેટ પેનની ભેટ તમામ બાળકોને વહેંચી હતી. કલબના સેક્રેટરી ગુલાબભાઈ પટેલ અને શાસ્ત્રી કનૈયાલાલ વૈદે પ્રાસંગિક વાતો કરી હતી. શાળાના એડમિનિસ્ટ્રેટર નિવૃત્ત કસ્ટમ ઓફિસર અબ્દુલ લતીફ મુલ્લાએ વ્યવસ્થાઓ સંભાળી હતી. શાળા વતી ફરહાનાબેને આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો