તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાન્સફોર્મર પર વીજ‌ળી પડતાં અંધારપટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં ગતરાત્રી દરમિયાન ધોધમાર વરસાદ પડતાં રિંગરોડ રિદ્ધિ સિદ્ધિ અપારમેન્ટ પાસે આવેલ જી.ઇ.બી.ના ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો. જોકે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય ન હતી. મોટી ઘટના ન નિર્માણ થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાને લાગતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગતરાત્રી દરમિયાન માંડવી નગરમાં થયેલ વીજ કડાકા સાથે મુશળધાર વરસાદમાં માંડવી નગર પ્રવેશ દ્વાર પર આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ જી.ઇ.બીના ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા. ટ્રાન્સફોર્મર નીચેની તરફથી ફાટી ગયું હતું અને વીજ પ્રવાહ ખોરવાયો હતો. આ વાતની જાણ માંડવી જી.ઇ.બી. પર કરતા તેઓ દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેના માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. થોડો સમય આખા નગરમાં પણ વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. અને તેનું સમારકામ કરી નગરમાં ફરી વીજ પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ રિંગરોડ પર આવેલ ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા ફાટી ગયું હોવાથી ટ્રાન્સફોર્મર બદલવાનું હોવાથી ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી પણ માંડવી જી.ઇ.બી. દ્વારા હાથ ધરવામાં આવી હતી.

વીજળી પડતાં ટ્રાન્સ ફોર્મરને થયેલ નુકસાન.

અન્ય સમાચારો પણ છે...