તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયા કોહલર કંપનીમાં દીપડો ઘૂસી જતાં દોડધામ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં સમી સાજે દીપડાને સિક્યુરિટી ગાર્ડે જોયો હતો. દીપડો કંપનીમાં ઘૂસ્યો હોવાના કારણે કર્મચારીઓ સહિતના લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

ઝઘડિયા તાલુકામાં દીપડાની દહેશત દિવસે દિવસે વધી રહી છે. નર્મદા કિનારે દેખાતા દીપડાઓ હવે ગામના પાદરોમાં અને માનવ વસ્તી તરફ આવતા થઇ ગયાં છે. જેથી લોકોમાં દીપડાને લઇ ભયનો માહોલ ઉભો થયો છે. ગતરોજ ઝઘડિયા જીઆઈડીસીની કોહલર કંપનીમાં સમી સાંજે દીપડો ઘૂસી જતાં કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રિની પાળીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે દીપડાને જોયો હતો. કંપની સંચાલકોએ પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે કંપનીમાં દીપડાને પકડવા પીંજરું મૂક્યું છે.

વન વિભાગે દીપડાને પકડવા પીંજરું મુકાયું

ગાર્ડે દીપડાને જોતા વન વિભાગને જાણ કરાઇ

અન્ય સમાચારો પણ છે...