Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોઇ હાજર ન હોવા છતા સભાખંડના લાઇટ-પંખા ચાલુ
ગુજરાત સરકારના વિકાસ કમિશ્નરે તાજેતરમાં જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કચેરીમાં અધિકારીઓની ચેમ્બરમાં વીજ બિલનું ભારણ વધુ થતું હોવાથી એસી હટાવવા માટેનો હુકમ કર્યો છે. તો બીજી તરફ બારડોલી તાલુકા પંચાયતના સભા ખંડમાં તમામ પંખા અને લાઇટો બિન જરૂરી ચાલાવી સરકારી નાણાનો વ્યય થતો જોવા મળ્યો હતો.
આગામી 16 જાન્યુયારીના રોજ મુખ્યમંત્રી બારડોલી વિસ્તારમાં આવવાના હોવાથી તૈયારીના ભાગરૂપે શુક્રવારે 10:30 કલાકે તાલુકા પંચાયતના સભા ખાંડમાં પંચાયત સભ્યો સાથે પ્રાયોજના વહીવટદારની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠક શરૂ થવાના એક કલાક પહેલાથી પંચાયતના સભા ખંડમાં લાઇટો અને પંખા ચાલુ કરી સભા ખંડ ખુલ્લો રાખ્યો હતો, અને બિન જરૂરી વીજ વપરાશ થતો જોવા મળ્યો હતો. ત્યારે તાજેતરમાં જ વીજ વપરાશને ધ્યાનમાં રાખી વિકાસ કમિશ્નરે પંચાયતોમાં અધિકારીઓની ચેમ્બરો માઠી 31 જાન્યુઆરી સુધીમાં એસી હટાવી લેવા માટે જણાવ્યુ છે. ત્યારે બારડોલી તાલુકા પંચાયતમાં એ.સી હટાવવાનુ તો દૂર પરંતુ બિન જરૂરી લાઇટો અને પંખા ચાલુ રાખી સરકારી નાણાંનો બિન જરૂરી વ્યય કરી વીજ બિલમાં વધારો થતો હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે તાલુકા પંચાયતના વડાઅધિકારી આ બાબતે જરૂરી સૂચનો કરી વીજ વપરાશ પર અંકુશ લગાવે એવી આમ જનતાની માંગ છે.
બારડોલી તાલુકા પંચાયતની ખાલી ઓફીસમાં એસી, પંખા, લાઈટ ચાલુ રખાતા નાણા અને વીજળીનો વ્યય.