વાલોડની હાઈસ્કૂલમાં પોસ્કો કાયદા અંગે કાનૂની શિક્ષણ શિબિર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલોડ | વાલોડ તાલુકાના મુખ્ય મથક પર આવેલી વાલોડ વિભાગ કેળવણી મંડળની સ.ગો હાઈસ્કૂલમાં વાલોડ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને વાલોડ વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમે કાનૂની શિક્ષણ શિબિરમાં ઊપસ્થિત બાળકીઓને મહિલાઓ ના કાયદા અંતર્ગત પોસ્કોના કાયદાની સમજ આપવામાં આવી હતી. વાલોડના શૈક્ષણિક સંકુલમાં. જેમાં ધોરણ 9થી 11માં અભ્યાસ કરતી બાળકીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ પ્રકારના કાયદાની સમજ આપવામાં આવી હતી. વાલોડની સગો હાઈસ્કૂલમાં પ્રાર્થના હોલમાં કાનૂની શિક્ષણ શિબિર આચાર્ય યોગેશ પટેલ અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી. આ પ્રસંગે વાલોડ વકીલ મંડળના પ્રમુખ અર્ચનાબહેન શાહ, ઉપપ્રમુખ મુકેશ ચૌધરી, મંત્રી ભરત પટેલ લિગલના આસીસ્ટન્ટ અજીત ગાવિત, મહેશ વસાવા સુપરવાઈઝર શિક્ષિકા રંજનબહેન ગામીત સિનિયર વકીલ હષેન્દુ દેસાઈ જીજ્ઞેશ પટેલ વિનય ચૌધરી મીનાબહેન ચૌધરી નયન પટેલ રવિના ચૌધરી જુબેર પઠાણ સહિતના વકીલ હાજર રહ્યા હતા. સગો હાઈસ્કૂલના સ્ટાફગણ, બાળકીઓ હાજર રહ્યા હતા અને શિબિરમાં પોસ્કોના કાયદાની વિવિધ જોગવાઈ અંતર્ગત માહિતગાર કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...