રાજપીપળા લાલ ટાવર પાસે પાણીની લાઈનમાં લીકેજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળાના લાલ ટાવર પાસે જ એક મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોય રોજનું હજારો લીટર પાણી માર્ગ પર વહી જાય છે. ત્યાંથી અસંખ્ય વખત પાલિકાના કર્મચારીઓ પસાર થાય છે છતાં આ લીકેજને નજર અંદાજ કરી રહ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકે અરજી આપ્યા બાદ પાલિકા દ્વારા ખોદકામ શરુ કરાયું હતું. પરંતુ ચાર દિવસ બાદ પણ ત્યાં મરામત થઈ નથી. ઉલ્ટાનું લીકેજ ખુલ્લું કર્યા બાદ વધુ પાણી માર્ગ ઉપર વહેતું થતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ પાણી નો બગાડ સાથે માર્ગ ઉપર પાણી ફરી વળતા ગંદકી સાથે મચ્છર નો ઉપદ્રવ પણ વધતો હોય પાણી ના મામૂલી લીકેજ બાબતે પણ તંત્ર જો આટલી મોટી આળસ કરતું હોય તો અન્ય સુવિધા નું શું થતું હશે એ જણાવવું પડે એમ લાગતું નથી.

અન્ય સમાચારો પણ છે...