તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાંદેરની મહિલાને ફોન પર ધમકી આપનારને LCBએ ઝડપી પાડ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત જિલ્લાના રાંદેર પોલીસ મથકે બીભત્સ ગાળો દઈ જાનથી મારી નાખવાના ગુનામાં જિલ્લા એસઓજીની ગ્રામ્ય ટીમે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. સુરત જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં વણ ઉકેલાયેલા ગુનાઓ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એસઓજી ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગતની કામગીરીમાં હે.કો.દીપેશભાઈને મળેલ બાતમીને આધારે રવીકુમાર નટવરલાલ પટેલ (રહે. દામકા ગામ, મિસ્ત્રી ફળિયું, તા. ચોર્યાસી, હાલ રહે. સર્જન રોહાઉસ, જૂના નક્ષત્રની સામે અડાજણ સુરત) ઓલપાડ તાલુકાના તેન ગામ પાસે તેની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. તેણે જણાવ્યું હતું કે છેલ્લા ચાર માસ પહેલા રાત્રિના સમયે રાંદેર રહેતા એક મહિલાને ફોનથી બીભત્સ ગાળો દઈ જાન થી મારી નાખવાની ધમકી આપવાની કબૂલાત કરી હતી. જે અંગે તપાસ કરતા રાંદેર પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા ગુ.ર.ન.૨૩૯/૨૦૧૯ ઇપીકો કલમ ૨૯૪ (ખ),૫૦૭,૫૦૬(૨) મુજબ રજીસ્ટર કરેલ હોય એ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે આરોપીને ઓલપાડ પોલીસ સ્ટેશન ને સોંપેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો