• Gujarati News
  • તાપી જિલ્લાના ૧૦૮ સેવાના શ્રેષ્ઠ પાયલોટનું સન્માન

તાપી જિલ્લાના ૧૦૮ સેવાના શ્રેષ્ઠ પાયલોટનું સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં કલેકટર કચેરીએ બુધવારે અધિક કલેકટર અર્જુનસિંહ રાઠોડની અઘ્ય ાતામાં ૧૦૮ સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ૧૦૮ સેવાના ઉરચ અધિકારીઓ દ્વારા આવી વિવિધ જિલ્લાઓમાં જીવીકેઈએમઆર દ્વારા પાયલોટની સેવા કરતાં શ્રેષ્ઠ પાયલટોનું રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્રોથી સન્માનીત કર્યા હતાં.
આ પ્રસંગે અધિક કલેકટર અર્જુનસિંહ રાઠોડ દ્વારા પ્રસંગો પ્રાત જણાવ્યું કે દિવસ રાત ખડેપગે સેવા કરતી ૧૦૮ના તમામ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. ૨૬મી મેના રોજ પાયલોટ દિનની ઉજવણી કરવામાં આવે છે. ૧૦૮ ઈમરજન્સી સેવામાં ભાગીદાર ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી આજે વિશ્વાસ અને ચોક્કસાઈનો પર્યાય બની ગયા છે. આ તમામ પ્રકારની ઈમરજન્સી સેવા આવવા કટિબદ્ધ છે. તાપી જિલ્લા વ્યારા ખાતે યોજાયેલા કાર્યક્રમ સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ સહિત વિવિધ જિલ્લા, વિવિધ પાયલોટ અને ડોકટરોનું તેમજ ફરજ દરમિયાન કરેલી વિશિષ્ટ સેવા બદલ રોકડ અને પ્રસંશાપત્ર આપી સન્માનીત કરાયા સાથે ૧૦૮ સેવાના વિવિધ સેવા બાબતે ઉપસ્થિત અધિકારોમાં જણાવ્યું કે રાજયના તમામ જિલ્લાઓ આવરી લઈ કુલ ૫૨૫થી વધુ અત્યાધૂનિક એમ્બ્યૂલન્સ કાફલા સાથે કાર્યરત છે. અત્યાર સુધી અંદાજિત ૪૫ લાખ જેટલા ઈમરજન્સી કેસને પ્રતિસાદ આપી હતી. અંદાજિત ૩ લાખથી વધુ માનવ જિંદગીને બચાવી લેવામાં સફળતા મેળવી હતી.
વ્યારામાં ઉજવાયેલા ૧૦૮ સેવાના પાયલોટ દિન નિમિત્તે ઉપસ્થિત રહેલા પાયલોટો. તસવીર સંદીપસિંહ ગોડાદરિયા