• Gujarati News
  • ભીંડાની આવક ઘટશે તો બજારમાં હજી ભાવ વધવાની સંભવાના

ભીંડાની આવક ઘટશે તો બજારમાં હજી ભાવ વધવાની સંભવાના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓગસ્ટમહિના દરમિયાન સુરત માર્કેટ યાર્ડમા ભીંડાની સરેરાશ આવક 31 ટન નોંધવામાં આવી હતી, જ્યારે ભીંડાનો ભાવ પાછલા મહિનાની સરખામણીમા 26.68 ટકાના વધારા સાથે રૂ.2455.64/ક્વિંટલ નોંધવામાં આવ્યો હતો. ભીંડાનો ભાવ પૂર્વાનુમાન મુજબ રૂ. 18 થી 24 પ્રતિ કિલોની મર્યાદામાં રહ્યો હતો.
ઓગસ્ટ મહિનાના ચતુર્થ સપ્તાહ દરમિયાન સુરત માર્કેટ યાર્ડમા ત્રીજા સપ્તાહની સરખામાણીમાં 20 ટકાના વધારા સાથે ભીંડાની આવક 36 ટન જોવા મળી હતી અને ભાવ રૂ.1757.69 /ક્વિંટલ નોંધવામાં આવ્યો હતો, આમ મહિનાના અંતમાં ભીંડાની આવકમાં વધારો થતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પૂર્વાનુમાન મુજબ સપ્ટેમ્બર મહિના દરમ્યાન A ગ્રેડના ભીંડાનો ભાવ રૂ. 19 - 22 પ્રતિ કિલો મળવાની શક્યતા છે. અંદાજ મુજબ જો મહારાષ્ટ્રના જલગાંવ તથા વ્યારાના ડોલવણ વિસ્તારમાંથી સપ્ટેમ્બર મહિનામાં ભીંડાની આવકમાં ઘટાડો થશે તો ભાવમાં વધારો થઇ શકે છે.
એગ્રો કોમોડીટી વોચનો ઉમેરો
ભીંડાના ભાવની વધઘટ
ઓગસ્ટમહિનાદરમિયાન અંક્લેશ્વર માર્કેટ યાર્ડમા પાછલા મહિનાની સરખામણીમાં 21.81 ટકાના વધારા સાથે ભીંડાનો ભાવ રૂ.2467.46/ક્વિંટલ નોંધવામાં આવ્યો હતો. જ્યારે ભરુચ માર્કેટ યાર્ડમા ભીંડાનો ભાવ પાછલા મહિનાની સરખામણીમાં 12 ટકાના ઘટાડા સાથે રૂ.1576.41 /ક્વિંટલ નોંધવામાં આવ્યો હતો. બીલીમોરા માર્કેટ યાર્ડમા ભીંડાનો ભાવ પાછલા મહિનાની સરખામણીમા 44.02 ટકાના વધારા સાથે રૂ.2582.5 /ક્વિંટલ નોંધવામાં આવ્યો હતો અને વ્યારા માર્કેટ યાર્ડમા ભીંડાનો ભાવ પાછલા મહિનાની સરખામણીમા 23.28 ટકા ના વધારા સાથે રૂ.3117.36/ક્વિંટલ નોંધવામાં આવ્યો હતો.