Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્યારા |સુરત ધૂલિયાનેશનલ હાઈવે નં 53 પર વ્યારા તાલુકાના કટાસવાણ
વ્યારા |સુરત ધૂલિયાનેશનલ હાઈવે નં 53 પર વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતી મારૂતિ ફંટીના ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગૂમાવી દેતા ગાડી ખાડામાં ઉતરી જતાં ચાલકને ગંભીર ઈજા થતાં તેમને જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ચાલકનું મોત થયું હતું. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે રહેતા દશરથભાઈ છોટુભાઈ ચૌધરી (52)નાઓ મારૂતિ ફંટી ગાડી નં (GJ-5AR-2071) લઈને સુરત ધૂલિયા હાઈવે નં 53 પર વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતાં. તે દરમિયાન સ્ટેરિંગ પર કાબૂ ગૂમાવતા રોડની બાજુમાં આવેલા ખાડામાં ગાડી ઉતરી ગઈ હતી. અકસ્માતમાં ચાલક દશરથભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કાર ખાડામાં ઉતરી જતાં ચાલકનું મોત