તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારાની જલવાટિકા માવજતના અભાવે વેરાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાની જલવાટિકા માવજતના અભાવે વેરાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના મુખ્યવડા મથક વ્યારા ખાતે આવેલ જલવાટીકા ગાર્ડન હાલ તહેવારોને લઈ હરવા ફરવા માટે તેમજ નગરજનો માટે અત્યંત રમણીય સ્થળ ગણાતા મોટી સંખ્યામાં જિલ્લા તેમજ જિલ્લા બહારના પ્રજાજનો આવી રહ્યાં હોય ત્યારે જલવાટીકા ગાર્ડન જાળવણીના અભાવે ઠેરઠેર મોટું ઘાસ, ગંદકીના કારણે એકવાર જલવાટીકાની મુલાકાત લેનાર બીજીવાર આવવાનું ટાળતા હોય છે. વ્યારા નગરપાલિકા દ્વારા ગંભીરતા દાખવી તાકીદે ઘાસને કટિંગ તેમજ ગંદકીઓ દૂર કરે સલેહાણીઓની માંગ ઉઠી છે.

વ્યારા નગર સહિત તાપી જિલ્લા અને જિલ્લા બહારના પ્રજાજનો માટે હરવા ફરવાનું એકમાત્ર ગણાતું જલવાટીકા ગાર્ડન હાલ વિવિધ તહેવાર અને તેની સુંદરતાને લઈ નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેતાં દર શનિવાર તેમજ જાહેર રજાના દિવસે બાગમાં હજારોની જનમેદની ઉમટી પડે છે. અને જલવાટીકાનો આનંદ મેળવે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જલવાટીકામાં સાર સંભાળનો અભાવના કારણે સુંદર જલવાટીકા બદસુરત બની રહી છે. જલવાટીકાના માર્ગોની આજુબાજુ ઘાસનું કટિંગ કરતાં એકએક ફૂટથી ઉંચ ઘાસ થઈ ગયું છે. બગીચાની સુંદરતા ઘટાડી રહ્યું છે. સાફ સફાઈના અભાવે ઠેરઠેર ગંદકી જામી રહેવાની સાથે કચરાપેટીના ડબ્બાની નિયમિત સાફ સફાઈનો અભાવના કારણે જલવાટીકાની સુંદરતામાં ઘટાડો થઈ રહ્યો છે. વ્યારા નગરપાલિકા દ્વારા જલવાટીકા બાગમાં પ્રવેશ માટે ફી લેવાતી હોય ત્યારે કમાઉપુત્ર બનેલ જલવાટીકાની સારસંભાળમાં નગરપાલિકા કુણુ વલણ અપનાવી રહ્યું છે. જેથી સહેલાણીઓ અને નગરજનોમાં રોષ વ્યાપી રહ્યો હતો.

વ્યારાના ગાર્ડનમાં ઠેર-ઠેર ફેલાયેલી ગંદકી તથા ઉગી નીકળેલા મસમોટા ઘાસને કારણે તેનું સોંદર્ય છીનવાયું

પ્રવેશ ફી પણ વસૂલવામાં આવતી હોવા છતાં ગાર્ડનની દેખરેખમાં બેદરકારી દાખવાતાં સહેલાણીઓ ખફા

બગીચામાં વચ્ચે ટીગાર્ડના ઢગલો કરી દેવાયો

જલવાટીકામાંપ્રવેશતાજ થોડે દૂર આવેલા બાગમાં વચ્ચોવચ ટીગાર્ડનો ઢગલો કરી દેવાતા બાગનો ભાગ સહેલાણી માટે બિનઉપયોગી બન્યો હોય ત્યારે જલવાટીકા દ્વારા તાકીદે ટ્રીગાર્ડ અન્ય સ્થળ પર અથવા સાઈડ પર ખસેડાયેલી જગ્યા સાફ સફાઈ કરે જરૂરી સાથે કચરા મુકવાની સ્ટેન્ડ પણ રખડતી હાલતમાં મુકી દેવાતા રોષ વ્યાપ્યો હતો.

તાકીદે જાણ કરાશે

^વ્યારાજલવાટીકાના બાગની સારસંભાળ બાબતે તાકીદે સંબંધિત કમિટીને જાણ કરશે અને સારી સુવિધા મળે માટે કામગીરી કરશે.> દિપાલીબહેનપાટીલ, વ્યારાપાલિકા પ્રમુખ

નગરની શોભા વધારતું જલવાટિકા ગાર્ડનની તંત્ર દ્વારા સારસંભાળ લેવાતાં લોકોમાં રોષ

ગાર્ડનમાં ઉગેલા મોટા ઘાસ તથા ઠેર-ઠેર ફેલાયેલી ગંદકીને કારણે લોકો બાગની મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો