તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • તાપી જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા| હિંદુસમાજમાં ધર્મમાં ગુરુનું સ્થાન ખુબજ મહત્વનું છે અને કહેવાય છે કે જ્યારે સદગુરુ મળે અને તેમના માર્ગદર્શનના આધારે જીવણ જીવવામાં આવે તો જીવન સફળ થાય છે. અને આજે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ હોય જિલ્લાના શ્રધાળુઓ અને ભક્તો પોતપોતાના ગુરુઓના પૂજન માટે જતા જોવા મળ્યા હતા,

વ્યારામાં મારુતીધામના રોકડીયા હનુમાન મંદિર ખાતે મહંત રામદાસજી મહારાજને ત્યાં આજે તેમના શિષ્યોની ભીડ ઉમટી પડી હતી. સમગ્ર ભક્તિમય વાતાવરણમાં સદગુરુના સાનિધ્યમાં શિષ્યોમાં આધ્યાત્મિકતા છવાઈ હતી. રામધુન અને હનુમાન ચાલીસાના પઠન બાદ રામદાસજી મહારાજનું પૂજન તેમના શિષ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ સૌ ભક્તોએ ભંડારામાં મહાપ્રસાદી લઇ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે જીલ્લામાં ડોલવણ તાલુકાના વાંકલા ગામે નિલેશબાપુ તથા બહેડા રાયપુરા ખાતે ગીરીશબાપુને ત્યાં પણ ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો