તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મતદાનના દિવસે ઉમેદવારોના વાહનના ઉપયોગ પર પ્રતિબંધ

મતદાનના દિવસે ઉમેદવારોના વાહનના ઉપયોગ પર પ્રતિબંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીતા. ૦૯/૧૨/૨૦૧૭ના રોજ તાપી જિલ્લામાં ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીને લઇ ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે ડામોરે એક જાહેરનામું બહાર પાડી મતદાનના દિને ઉમેદવારો દ્વારા કરવામાં આવનારા વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જે અનુસાર કોઇ પણ રાજકીય પક્ષો, બીજા રાજકીય પક્ષો કે તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેમની સહમતિથી બીજી કોઇ પણ વ્યક્તિ દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઇ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા રીતે વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ઉમેદવાર-મતદાનના દિવસે ઉમેદવાર પોતાના ઉપયોગ માટે સમગ્ર વિધાનસભા મતદાર વિભાગ પુરતું એક વાહન સંબંધિત ચૂંટણી અધિકારી પદતે અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારી પાસેથી નોંધણી કરાવીને ઉપયોગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...