તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હિરામેન્શન નવસારી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરનો 27મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિરામેન્શન નવસારી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરનો 27મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો,

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિરામેન્શન નવસારી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરનો 27મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કરી પાવન બન્યા હતા. સવારે 9 કલાકથી આરંભાયેલા પૂજાઅભિષેક અને ગણેશ મહાપૂજા સાંજ સુધી ચાલ્યો હતો. બપોરે શિખર પર કળશ અને ધજાઆરોહણ વિધિ મનુભાઈ પટેલ અને જીતેન્દ્ર કોરાટના હસ્તે કરાઈ હતી. સાંજે યોજાયેલા સિનિયર સિટીઝન સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન વ્યારા સાંઈ કથાકાર બાબાનંદજી અને મુખ્ય યજમાન જયેશ ગાંધી અને મોહનલાલ બોદાલીયા, કલ્પેશ કોઠારી તેમજ રમણલાલ પટેલ હાજર રહ્યા હતા. પ્રસંગે સિનિયર સિટીઝન જયંતિલાલ ગાંધી, સુમનભાઈ ભાવસાર, દક્ષાબેન ભગત, દમયંતીબેન નાયક, વિહાભાઈ ભરવાડ અને સુરેશભાઈ પાંઢરેનું જાહેર સન્માન શાલ અને પ્રતિકભેટ આપી કરાયું હતું. સન્માન સમારોહમાં પ્રમુખ રવિ સાવંતે સૌને આવકારી સ્વાગત કર્યું હતું.

નવસારી સ્થિત સિદ્ધીવિનાયક મંદિરનો પાટોત્સવ યોજાયો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો