તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ‘સન્માનપાત્ર બનવા કરતાં પ્રેમપાત્ર બનવું વધુ મજાનું’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સન્માનપાત્ર બનવા કરતાં પ્રેમપાત્ર બનવું વધુ મજાનું’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાજૈન સંઘમાં બિરાજમાન પૂજ્ય જણાવે છે કે લગભગ દરેક જીવનની એવી મહેચ્છા હોઈ છે કે તે ક્યાંક તો સન્માનપત્ર બને જ. નોકર કે ભિખારીને પણ પોતાનું એક સર્કલ હોઈ છે. અને તે સર્કલમાં પોતે નોંધપાત્ર વ્યક્તિ રૂપે ઉભરી આવે, તેવી ખ્વાઈશ તેના મનમાં નિશદિન રમતી હોઈ છે. મનોવલણના આધારે આપણે આપણી રહેણી-કરણી, વેષપરિધાન, વાર્તાલાપ વગેરે ગોઠવતા હોઈએ છીએ.પણ માનપાન મેળવવાની ઘેલછામાં એક પ્રકારની અક્કડતા છુપાયેલી છે.જે અક્કડતા આપણને સોની વચ્ચે પ્રતિષ્ઠિત છતાં સૌથી દૂર ફેંકી દે છે.સત્તા, સંપત્તિ, સૌંદર્ય જેવી કેટલીક બાબતો કદાચ લોકોને લાખવાર ઝૂકવા મજબુર કરી દેશે, પણ નમસ્કારના પડદા પાછળ હાડોહાડ તિરસ્કાર છુપાયેલો હોઈ છે. જેનું કારણ છે આપણી પોતાની અક્કડતા. વટ પાડી દેવાની વૃત્તિ ભલે હરેખર વટ પાડી દે,પણ આપણા વ્યવહાર એટલી હદે વિષમ કરી મૂકે છે. લોકોનો આપણા પ્રત્યેનો પ્રેમ, લગાવ, આકર્ષણ નામશેષ થઇ જાય છે. જ્યાં સુધી આપણી પાસે સત્તા વગેરેની મોટાઈ છે. ત્યાં સુધી સન્માન મળશે ત્યારબાદ સન્માન અને પ્રેમ બેય ગુમાવવા પડશે પણ જો અક્કડતાને બદલે પ્રેમળતાથી કામ લીધું હશે તો શક્ય છે કે બે - ચાર હજૂરિયા ઘટી જશે,પણ સ્નેહના સરોવરમાં ભીંજાવાની જે મજા પડશે. તે જીવનને આંનદમય બનાવ્યા વગર નહિ રહે.

વ્યારા જૈનસંધમાં ધર્મબોધિજીવિજયજીનું પ્રવચન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો