તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઓખી કરતા પણ અદેખાઈનું વાવાઝોડું વધુ વિનાશકારી છે : મુનિ ધર્મબોધિવિજયજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓખી કરતા પણ અદેખાઈનું વાવાઝોડું વધુ વિનાશકારી છે : મુનિ ધર્મબોધિવિજયજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વ્યારાનગરે વિરાજમાન પૂજ્યશ્રીએ ઓખીથી રાહત અનુભવતા શ્રોતાઓને અનુલક્ષીને કહ્યું હતું કે,ઓખી વાવાઝોડું કદાચ અનેકગણી વધુ ઝડપે દક્ષિણ ગુજરાત ઉપર ત્રાટક્યા પણ હોત,તો પણ તબાહી એટલી કાતિલ હોત. વિનાશમાંથી વિકાસનો નવો દોર ફરી શરૂ થઇ શકતે પણ જ્યારે દિલમાં અદેખાઈનું વાવાઝોડું ત્રાટકે છે. ત્યારનો વિનાશ ફરી કદી વિકાસમાં પરિણમી શકતો નથી. હૃદય બધા દુઃખ જીરવી શકે છે. પણ જ્યારે બીજાની ઉન્નતી પોતાને ત્રાસરૂપ બની જાય છે. ત્યારે દુઃખ પચવાતું અશક્ય જેવું બની જાય છે. દુનિયાના રાજકારણમાં કયારે કોણ કેન્દ્રમાં પ્રતિષ્ઠિત થઇ જાય, અને કયારે કોણ હાંસિયામાંથી પણ બહાર ધકેલાઈ જાય, તેનું કોઈ ગણિત હોતું નથી. સ્થિતિમાં અદેખાઈનું વાવાઝોડું ઉદ્દભવે છે.

બીજી બે વસ્તુ વચ્ચે તુલના કરતા રહેવાનો અનાદિ માનવ સ્વભાવ છે. પરંતુ આને કારણે કેટલાક સબંધો બગડી જાય છે. કેટલાક હ્યદયમાં કાયમી તિરાડ પડી જાય. ક્યાંક જો વેર ના વાદળો વરસવા લાગે, તો વિનાશનો કોઈ પાર રહેતો નથી. કેવા રસ્તે અખત્યાર થઈ જાય, એનો કોઈ અંદાજ લગાવી શકાય. જો ખુશ રહેવું છે, જો તમારે તમારા ઘરને પ્રસન્ન્તાનું કાયમી સરનામું બનાવવું છે. તો કયારે તમારી જાતની તુલના કોઈની સાથે કરવાનું મહાપાપ કરતા.તમે પૂર્ણ છો તમારા માટે અને તમારા પરિવાર માટે તમે અમૂલ્ય કરતા પણ કઈ વધુ છો, પછી ભલે તમે એટલા શ્રીમંત કે શિક્ષિત કે સફળ હસ્તી નથી. જો હકીકત છે. તો શા માટે દુ:ખી થવાની જરૂર છે શા માટે તમારા હર્યાભર્યા જીવનમાં અદેખાઈનું વાવાઝોડું નોટરી લાવો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો