તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવાની રહેશે

મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવાની રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસેમ્બરનારોજ તાપી જિલ્લામાં યોજાનારી ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભાની ચૂંટણીના મતદાનના દિને સરકારી કચેરી, સંસ્થા, ટ્રસ્ટ, રાષ્ટ્રીયકૃત/સહકારી/ખાનગી બેંકોઘ સરકારી તથા અર્ધસરકારી નિગમ, ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થા, ટ્રસ્ટ, કંપનીઓમાં કામ કરતા કામદારોને સવેતન રજા આપવા જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે ડામોરે જણાવ્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી, તાપી તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આગામી તા. ૦૯મી, ડિસેમ્બરના રોજ તાપી જિલ્લામાં યોજાનારી ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભાની ચૂંટણીનું મતદાન થનાર છે. જેને અનુલક્ષીને તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી એન.કે ડામોરે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ના સેકશન-૧૩૫ બી(૧) હેઠળ સામાન્ય રીતે મતવિસ્તારના રહેવાસી હોય અને મતદાર તરીકે નોંધણી થયેલ હોય તેવા કર્મચારીને કોઇ પણ સરકારી કચેરી, સંસ્થા, ટ્રસ્ટ, રાષ્ટ્રીયકૃત/સહકારી/ખાનગી બેંકો, સરકારી તથા અર્ધસરકારી નિગમ, ઔદ્યોગિક એકમો, કે ખાનગી સંસ્થા, ટ્રસ્ટ, કંપનીઓએ તા. ૯/૧૨/૨૦૧૭ (શનિવારના રોજ સવેતન રજા આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...