• Gujarati News
  • National
  • સગીર ભાણજીને માતા બનાવનારા મામા સામે પોલીસ ફરિયાદી બની

સગીર ભાણજીને માતા બનાવનારા મામા સામે પોલીસ ફરિયાદી બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના પાનવાડી ગામે સાવકા મામાએ સગીર વયની અનાથ ભાણી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હતી. જે બાદ સગીરાએ કુપોષિત બાળકનો જન્મ આખુ પ્રકરણ ખુલ્યું હતું. ઘટના અંગે એક સંસ્થાની પોલીસને ફરિયાદ કરાયા બાદ કેસમાં પોલીસ ખુદ ફરિયાદી બની બળાત્કાર કરનાર મામા વિરુદ્ધ ગુનો નોંધાયો.

ગત થોડા દિવસ પહેલા પાનવાડી ગામે માતા પિતા હોય અનાથ અને સાવકા મામાને ત્યાં આશ્રિત જીવન ગુજારાતી સગીર ભાણકી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવ્યાની જાણ એક સંસ્થાને થતા તેઓ દ્વારા જિલ્લા બાલ સુરક્ષા એકમ તાપીને જાણ કરતો પત્ર એક સંસ્થાની સમાજ પ્રત્યેની સજાગતાને કારણે દુષ્કર્મ બહાર આવતા આવા કહેવાતા મામાની સામે લોકોની ફિટકાર વરસી રહી છે. સગીર બાળકીની ઉમર માત્ર 15 વર્ષની છે. બાળકી માત્ર 3 ચોપડી સુધીનો અભ્યાસ કરી આર્થિક સ્થિતિ હોવાને કારણે તથા અનાથ હોવાને કારણે દુષ્કર્મ થતો અટકી શક્યો નથી. બાળકી કહેવાતા મામાની હવસનો શિકાર થઇ પ્રથમ મારઝૂડ તથા શારીરીક અને માનસિક ત્રાસનો ભોગ બની હતી બાળકીની ઉમર વધતા કહેવાતા મામાની નઝર બગડતા બાળકીને ભોગ બનાવી ગર્ભવતી બને ત્યાં સુધી ભાન ભૂલી એક બાળાનું શોષણ કર્યું હતું. સગીરાએ સાતમા માસે સુવાવડ થતા કુપોષિત બાળક પેદા થયો હતો. બાળકની ડિલેવરી વ્યારાની જનરલ હોસ્પિટલમાં થઇ હતી. અને કુપોષિત બાળકનું મોત પણ થયું હતું. બાળકી કહેવાતા મામા ભયભીત હોય ફરિયાદ કરવી કે કરવી તે બાબતે પણ મુંઝવણમાં છે. સગીરાએ કુપોષિત બાળક થયા અંગેની જાણ એક સંસ્થાને થઇ હતી. ...અનુસંધાન પાના નં. 2

અનાથ સગીરા વ્યારા-પાનવાડીમાં મામાને ત્યાં રહેતી હતી

અન્ય સમાચારો પણ છે...