• Gujarati News
  • National
  • બામણીમાળ ગામે આશ્રમશાળામાં ગળામાં દૂખ્યા બાદ વિદ્યાર્થીનું મોત

બામણીમાળ ગામે આશ્રમશાળામાં ગળામાં દૂખ્યા બાદ વિદ્યાર્થીનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાતાલુકાના બામણીમાળ નજીક આવેલી આશ્રમશાળામાં ધોરણ.4માં અભ્યાસ કરતા 9 વર્ષના વિદ્યાર્થીને ત્રણેક દિવસથી ગળાના ભાગે દૂખાવો થતો હતો. દુખાવો ગુરુવારે વધી જતાં તેને સારવાર માટે ગડત સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતાં શાળાના આછાર્યે અંગે વ્યારા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વ્યારા તાલુકાના બામણીમાળ ગામ નજીક ગડતના જાગૃતી સેવા સમાજ સંચાલિત બામણામાળ આશ્રમશાળા કાર્યરત છે. જેમાં ધોરણ 4માં અભ્યાસ કરતો 9 વર્ષીય વિદ્યાર્થી હરેશ યોગેશભાઈ કામડી (રહે. પીપલસેત, તા. કપરાડા, જિ. વલસાડ)ને છેલ્લા 3 દિવસથી ગળાના ભાગે સોજો આવેલો હતો. અંગે સારવાર ચાલુ હોય બુધવારે રાત્રે હરેશને ગળાના ભાગે દુખાવો થતાં સવારે 4 કલાકે 108 દ્વારા સારવાર માટે ગડતની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે સમયે રસ્તામાં હરેશનું મોત નીપજ્યું હતું. અંગે ગડતના સરકારી હોસ્પિટલના તબીબે તેને મૃત જાહે કર્યો હતો.

બનાવને પગલે શાળાના આચાર્ય સુમનભાઈ વેલજીભાઈ ગામીતે વ્યારા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી બાળકની લાશનું પીએમ કરી અકસ્માત મોતની નોંધ કરી હતી. વધુ તપાસ વ્યારા પોલીસ કોન્સ્ટેબલ ગુલાબભાઈ નરસિંહભાઈએ હાથ ધરી છે.

108 દ્વારા હોસ્પિટલે લઈ જવાયો પરંતુ વિદ્યાર્થી મોતને ભેટ્યો

અન્ય સમાચારો પણ છે...