• Gujarati News
  • ક્લીપિંગ પ્રકરણમાં વ્યારા સ્વયંભૂ બંધ

ક્લીપિંગ પ્રકરણમાં વ્યારા સ્વયંભૂ બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લા ખાતે છેલ્લા ત્રણ દિવસથી ચર્ચાનો વિષય બનેલ ચુંબન ક્લીપ પ્રકરણના પગલે ગતરોજ વ્યારા ખાતે ભારે તનાવ ભર્યો માહોલ સર્જાયો હતો. અને ભીલસ્થાન ટાઈગર સેના દ્વારા શનિવારે વ્યારા બંધના એલાન આપ્યું હતું. જેના પગલે વ્યારા નગર બપોરે 2 કલાક સુધી વ્યારા બંધને સફળતા મળી હતી. અને ત્યારબાદ અમૂક દુકાનો શરૂ થઈ હતી. વ્યારા નગર ખાતે પોલીસતંત્ર દ્વારા હરકતમાં આવી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઉપરાંત દુકાનો બંધ કરાવતાં પાંચ વ્યક્તિની અટક કરવામાં આવી હતી.

વ્યારા નગર ખાતે રહેતા અને નવનિર્માણ સેવા ટ્રસ્ટ અને નવજાગૃતિ સેવા ટ્રસ્ટના પ્રમુખ તેમજ ડેટાવર્લ્ડ કોમ્યૂટર શિક્ષણ કેન્દ્ર ચલાવતાં અજય રાજપૂત અને અન્ય મહિલા મરીયમ ગામીત દ્વારા વ્યારા સીટીમોલ ખાતે ડેટાવર્લ્ડની ઓફિસમાં કામ કરતી 22 વર્ષીય યુવતીને બળજબરી પૂર્વક ચુંબન કરતો વીડિયો ક્લીપ ઉતારાઇ હતી. ક્લીપ સોસિયલ મીડિયા પર વાયરલ થતા વ્યારા નગર સહિત તાપી જિલ્લામાં રોષ વ્યાપી ગયો હતો.

ક્લીપીંગ કાંડના વિરોધમાં શુક્રવારે વિવિધ સંસ્થાઓ તેમજ આગેવાનોએ ઠેરઠેર વિરોધ પ્રધર્શન કર્યુ હતું. વ્યારા પોલીસ મથકને બે કલાકથી વધુ સમય બાનમાં લીધુ હતું. જે અંતર્ગત 30મીને શનિવારના રોજ ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા વ્યારા બંધનું એલાન જાહેર કર્યુ હતું. તાપી જિલ્લા પોલીસ વ્યારા બંધને પગલે સતર્ક થઈ જતાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બંધના એલાનને લઇ સવારથી દુકાનો સ્વયંભૂ બંધ રહી હતી. વ્યારા નગર બંધ રહ્યું હતું. અને બોપોરે 2.00 વાગ્યા બાદ ધીમેધે દુકાનો ખુલવા માંડી હતી. દુકાનો બંધ કરતાં પાંચ ઈસમોની પોલીસે અટક કરી હતી.

બંને આરોપીના જામીન ના મંજૂર

વ્યારાખાતેબળજબરીપૂર્વક ચુંબન કરાવતી વીડિયો ક્લીપનો બે આરોપી અજય સદન રાજપૂત તથા મરીયમ નંદુ ગામીતને શુક્રવારના રાત્રે ચાંપતો બંદોબસ્ત વચ્ચે વ્યારા જ્યુડીશીયલ મેજિસ્ટેટ સમક્ષ રજૂ કરી વ્યારા પોલીસે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. જે રિમાન્ડ નામદાર જજ દ્વારા નામંજૂર કરી દેતા બંને આરોપીઓને જ્યડીશીયલ કસ્ટડીમાં મુકી દેવાયા હતાં.

રેંજ આઈજીએ વ્યારાની મુલાકાત લીધી

શનિવારનારોજવ્યારા બંધના એલાન સહિત છેલ્લા ત્રણ દિવસથી વ્યારા પંથકમાં અભદ્ર વીડિયો ક્લીપિંગથી પરિસ્થિતિ ભારે તંગ બની ગઈ હતી. જેથી આજરોજ 200થી વધુ પોલીસ કાફલો વ્યારા નગરમાં ખડકી દઈ પોલીસ તંત્ર કાયદો વ્યવસ્થા જાળવવા અને પરિસ્થિતિની સંભાળી રાખી હતી. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના રેંજ આઈજી નરસિંહ કોમાર દ્વારા બપોરે વ્યારા ખાતે આવી જિલ્લા પોલીસવડાની મુલાકાત લઈ સઘળી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

વ્યારામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વ્યારાખાતેચકચાર ચુંબન ક્લીપિંગના પગલે ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા 30મીના રોજ વ્યારા બંધનું એલાન આપી દેતા જેના અન્વયે તાપી જિલ્લા પોલીસવડા ડો. એમ. એન. નાયક દ્વારા બે ડીવાયએસપી, 12 પીઆઈ, 20 પીએસઆઈ, 150 પોલીસકર્મચારી અને બે એસઆરપીની પ્લાટુન તૈનાત કરી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કર્યુ હતું. તેમજ જે દુકાનદારે દુકાન ચાલુ રાખી હતી તેને પોલીસે સહકાર આપ્યો હતો.

બપોર બાદ દુકાનો ખુલી

વ્યારાનગરખાતે ચકચાર આદિવાસી યુવતીના ચુંબન વીડિયો વાયરલના પગલે વ્યારા ખાતે શનિવાર ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા વ્યારા બંધનું એલાન આપી દેતા જે અંતર્ગત વ્યારા નગર ખાતે પ્રજાજનો સ્વયંભૂ બંધ રાખ્યો હતો. બીજી તરફ વ્યારા બજાર અને માર્કેટ યાર્ડને બંધ કરાવવા નીકળેલા ભીલીસ્થાન સેનાના પ્રમુખ ધવલ ચૌધરી સહિત ચાર વ્યક્તિઓની અટક કરાઈ હતી. કાર્યકરોની અટકના પગલે બપોર બાદ વ્યારા નગરમાં દુકાનો ખોલવાની શરૂઆત થઈ હતી.

વ્યારાના ક્લીપીંગ કાંડ અંગે ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાશો કર્યો

વ્યારાખાતેએનજીઓ તથા શૌક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને તાજેતરમાં ક્લીપીંગ કાંડમાં સડોવાયેલ અજય રાજપૂત ભાજપ સાથે જોડાયેલા હોવાની અનેક અટકળો ઉઠી તેમજ ભાજપના ધારાસભ્યના નજીક હોવાનું મનાતા ભાજપપક્ષ પર માછલા ધોવાતા આજરોજ તાપી જિલ્લા ભાજપ પ્રમુખ બીપિનભાઈ ચૌધરી તથા આદિજાતિ મંત્રી કાંતિભાઈ ગામીત તથા મહુવાના ધારાસબ્ય મહોનભાઈ ઢોડિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં પ્રમુખે જણાવ્યું કે આદિવાસી યુવતી સાથે વીડિયો ક્લીપિંગ ઉતારનાર અજય રાજપૂતે ભાજપ પક્ષસાથે જોડાયેલો નથી. તેમજ ભજાપ પક્ષ દ્વારા અજય રાજપૂત વિરુદ્ધ કડક પગલાં ભરવા તાપી જિલ્લા કલેક્ટરને જિલ્લા પોલીસવડાને રજૂઆત કરશે. સાથે અજય રાજપૂત દ્વારા ચલાવતી સંસ્થાને સરકારી સહાયો બંધ કરવા તેમજ એનજીઓના રજિસ્ટ્રેશન રદ્દ કરવા રજૂઆત કરી હતી.