• Gujarati News
  • વ્યારા સુગરના વિવિધ પ્રશ્નો અંગે વહીવટદારને રજૂઆત કરાઈ

વ્યારા સુગરના વિવિધ પ્રશ્નો અંગે વહીવટદારને રજૂઆત કરાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાખાતે આવેલ ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા નાણા પ્રશ્ને વિવાદ ચાલી રહ્યો હતો જે અન્વયે વ્યારા સુગરના વહીવટદાર આર. જે. પટેલ તથા આદિવાસી કિશાન સંઘ મોરચાના પ્રમુખ રોમેલ સુતરીયા તેમજ પ્રતિનિધિ મંડળ વચ્ચે વ્યારા સરકીટ હાઉસમાં મિટિંગ યોજાઈ હતી. જે બેઠકમાં એમડીને સસ્પેન્ડ કરવા બાબેતે તેમજ સુગર સભાસદોને તાત્કાલિક રોજગારી મળે તે માટે જમીન આપવા સહિત વિવિધ બાબતોની ચર્ચા કરી હતી.

વ્યારા નગરના સરકીટ હાઉસ ખાતે સુગરના વહીવટદાર આર. જે. પટેલના અધ્યક્ષતામાં એકેએસએમના અદ્યક્ષ રમેલ સુતરીયા અનેપ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક યોજાયઈ હતી. જેમાં બેઠકમાં પ્રતિનિધિઓ દ્વારા વ્યારા સુગરની જમીન જે. કે. પેપરમિલને ભાડા પર આપવાનો વિરોધ કરી જમીન સભાસદોને ખેતી કરવા આપવા જણાવ્યું હતું.

જેથી સુગરને આવક થાય અને ખેડૂતોને રોજગારી મળી તેમજ મુખ્યમંત્રી દ્વારા 1લી મેના રોજ વ્યારા સુગરને 50 ટકા નાણાં આપવાના વાયદાને 1 માસ થવા છતાં કોઈ નિવાદો આવતાં જે બાબતે ધ્યાન દોર્યુ હતું. જે બાબત આર. જે. પટેલ દ્વારા સાંભળી જમીન બાબતે અધિકારીઓ સથે ચર્ચા કરાશે તેમજ મુખ્યમંત્રી દ્વારા જાહેર કરેલા નાણાં જલદી નાણાં ચૂકવાઈ જશે એવી ખાત્રી આપી હતી. અને રોજગારી બાબતે વૈકલ્પિક વ્યવસ્થા બાબતે ધ્યાન અપાય રહ્યું હોવાનું જાણવા મળેલ છે.