તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારાનાં લોટરવા ગામેથી ફરી 6 વર્ષીય દીપડો પાંજરે પુરાયો

વ્યારાનાં લોટરવા ગામેથી ફરી 6 વર્ષીય દીપડો પાંજરે પુરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાતાલુકાના લોટરવા ગામે ગત રવિવારના રોજ એક ખેડૂતના ખેતરમાં દીપડાઓ પકડવા પાંજરુ મુક્યુ હતું. જેમાં એક વર્ષનો દીપડો પકડાયા બાદ ફરી ખેતરમાં પાંજરુ મુકતાં શુક્રવારના રોજ મળસકે 6 વર્ષીય નર દીપડો મરઘી ખાવાની લલચે પાંજરામાં પુરાયો હતો.

વ્યારા તાલુકાના લોટરવા ગામ દીપડાનું અભ્યારણ બન્યું હોય એમ ત્રણથી વધુ દીપડાઓ વિસ્તારમાં ફરતા લોટરવા ગ્રામજનો ખેડૂતો, પશુપાલકોની હાલત કફોડી બની છે. ગત રવિવવારના રોજ લોટરવાના મનીષભાઈ ચૌધરીના ખેતરમાં મરઘાના મારણ સાથે પાંજરુ મુકી દેતા 2 વર્ષીય દીપડો પાંજરે પુરાયા બાદ ફરી આજ ખેતરમાં દીપડાઓ નજરે પડ્યા હતાં. જેથી વનવિભાગ દ્વારા પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું અને મારણ તરીકે મરઘી મુકવામાં આવી હતી. શુક્રવારના મળસકે મરઘી ખાવાની લાલચે 6 વર્ષીય કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. જે અંગે ગ્રામજનોને જાણ થતાં વ્યારા વનવિભાગના આરએફઓ આર. પી. ભાલિયાની ટીમ સાથે જઈ કદાવર દીપડાનો કબજો મેળવી વ્યારા ખાતે વેટરનરી ડોક્ટર પાસે ચેકઅપ કરાવી રાત્રે હિંદલા મલંગદેવના જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.

વ્યારાના લોટરવા ગામે પાંજરે પુરાયેલો દીપડો.

દિવસે વીજ પ્રવાહ આપવા ભયભીત ખેડૂતોની માંગ

વ્યારાનાલોટરવા ગામે દીપડાઓ નજરે પડવાનું વધી જતાં રાત્રીના શીડ્યુલમાં વીજ પ્રવાહના કારણે ખેતરોમાં રાત્રિ દરમિયાન મજૂરો પાણી પીવડાવવા જવાનું ના પાડી રહ્યાં છે. જેથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. લોટરવાના ખેડૂતો દ્વારા વીજ કંપનીના અધિકારીઓને મૌખિક રજૂઆત કરી છે. હાલની પરિસ્થિતિ ધ્યાને રાખી દિવસના રોટેશનમાં વીજળી આપે એવી માંગણી કરી હતી. જીઈબીના તંત્ર દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલી ધ્યાને રાખી યોગ્ય પગલાં ભરે જરૂરી છે.

પંથકમાં હજી વધુ દીપડા હોવાની સ્થાનિકોમાં ચર્ચા

એક સપ્તાહમાં 2 દીપડા મળી આવતાં ભયનો માહોલ

અન્ય સમાચારો પણ છે...