• Gujarati News
  • National
  • વ્યારા |તાપી જિલ્લાના છેવાડાના નિઝર અને કુકરમુંડા તાલુકાની તમામ 112

વ્યારા |તાપી જિલ્લાના છેવાડાના નિઝર અને કુકરમુંડા તાલુકાની તમામ 112

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા |તાપી જિલ્લાના છેવાડાના નિઝર અને કુકરમુંડા તાલુકાની તમામ 112 પ્રાથમિકશાળાઓમાં ઉનાળાની અસહ્ય ગરમીમાં પક્ષીઓને પાણીનો સહારો મળી રહે તેવા શુભ આશયથી તિથી ભોજનના પ્રણેતા અને નિરંતર જિલ્લા શિક્ષણાધિકારી જેઓ દ્વારા હંમેશા બાળકોના શિક્ષણ, આરોગ્ય તેમજ પર્યાવરણ અને પશુપક્ષીઓ માટે હંમેશા ચિંતીતિ બનેલ એસ.બી.પરમાર દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાઓ આપવામાં આવ્યા હતા. જેમાં તમામ શિક્ષકોને નિયમિત પક્ષીઓને પાણી પીવડાવવાનો સંકલ્પ લીધો તેમજ નિઝર અને કુકરમુંડાના સંઘના પ્રમુખ શામુભાઈ નાઇક, કલ્પેશભાઈ ચૌધરી તેમજ તમામ શિક્ષકોએ એસ.બી.પરમારની કામગીરીને બિરદાવી હતી.

નિઝર અને કુકરમુંડાની શાળામાં પક્ષી માટે પાણીના કુંડા અપાયા

અન્ય સમાચારો પણ છે...