• Gujarati News
  • ઓએસને 7 વર્ષથી એક્સ્ટેનશન

ઓએસને 7 વર્ષથી એક્સ્ટેનશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓએસને 7 વર્ષથી એક્સ્ટેનશન

સભાસદો દ્વારાસભામાં જણાવ્યા મુજબ મઢી સુગર ખાતે ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતાં જશવંતસિંહ પી. સોલંકી સાત વર્ષ અગાઉ નિવૃત્ત થયા હતા. આમ છતાં તેમને નિવૃત્તિ આપી તેમનું એક્સ્ટેનશન દર વર્ષે વધારવામાં આવી રહ્યું છે. મોટા ભાગના સભાસદોએ એક સુર થઈ મુદ્દો ઉઠાવતાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું. તેઓએ જણાવ્યું કે સુગરના નાના કર્મચારીઓ નિવૃત્ત થાય એટલે તેમને તાત્કાલિક નિવૃત્ત કરી દેવાય છે, પરંતુ ઓએસને કયા કારણ નિવૃત્તી નથી અપાતી. એક તબક્કે સભાસદ લોકનાથભાઈ દ્વારા ઓએસ બાબતે ટકોર કરતાં મામલો વણસી ગયો હતો. અંતે સભા બરખાસ્ત થઈ જતાં મામલતો થાળે પડી ગયો હતો.

પોલીસને કોણે બોલાવી, એક ચર્ચા

ગત વર્ષેમઢી સુગર ખાતે ભાવ વધારો વ્યક્ત કરવા સભાસદો સુગર ખાતે એકત્ર થયા હતા ત્યારે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી સભાસદો પર લાઠીચાર્જ કરાયો હતો. પોલીસને કોણે બોલાવી તેમજ હાલ થોડા સમય અગાઉ સભાસદો દ્વારા એમડીને વિવિધ પ્રશ્નોએ રજૂઆત કરવા જતા તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી. આથી વારંવાર સભાસદોની રજૂઆત સમયે પોલીસ કોણે બોલાવી અને સભાસદોને મુશ્કેલીમાં મુકવાનો પ્રયાસ કોણ કરે છે, તે માટે સભાસદોએ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ ડીએસપીને લેખિતમાં બાબતે રજૂઆત કરવાની સૂચના આપવા માંગ કરાઈ હતી. જોકે, સુગરના વહીવટી તંત્ર દ્વારા તેમણે પોલીસ બોલાવી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.

પ્રમુખ સ્ટેજ છોડીને જતા રહ્યાં

એક તબક્કેમઢી સુગરમાં ઓએસની બાબત તેમજ સંસ્થાના વહીવટદારો સામે આક્ષેપોના પગલે મામલો તંગ બની જતાં સભાસદો ઉઠીને સ્ટેજ સુધી દોડી આવતાં તાત્કાલિક સ્ટેજ પર પ્રમુખ દિલીપભાઈ ભક્ત દ્વારા થોડા સભાસદોના વિરોધ સાથે સભા પૂર્ણ થઈનું જાહેરાત કરી નીકળી ગયા હતાં. જોકે, સભાસદો પણ થોડી વારમાં જતા રહેતા મામલો વધુ વણસતો અટકી ગયો હતો.

મઢી સુગર ફેક્ટરીની વાર્ષિક સાધારણ સભામાં થયેલી ધાંધલ-ધમાલ

ધાંધલ-ધમાલ | મઢી સુગર ફેક્ટરીની વાર્ષિક સાધારણસભામાં વિવિધ પ્રશ્નો સાથે સભામાં ગરમાટો છવાયો

ઓછા રૂપિયામાં ખાંડ વેચવી, ઓએસને 7 વર્ષથી નિવૃત્ત થવા છતા છુટા કરવા જેવા પ્રશ્નો સાથે સભામાં હલ્લો મચાવ્યો

શેરડીના ભાવ મુદ્દે મઢી સુગરની સભા તોફાની



બારડોલીતાલુકાની મઢી ગામે મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની 49મી વાર્ષીક સાધારણસભા પ્રમુખ દિલીપભાઈ ભક્તના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાની શરૂઆત શાંતિપૂર્ણ રહી હતી. પરંતુ