તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રેનમાંથી ઉતરતી વેળા પગ પ્લેટફોર્મ પર ફસાઇ જતાં યુવકને ગંભીર ઇજા

ટ્રેનમાંથી ઉતરતી વેળા પગ પ્લેટફોર્મ પર ફસાઇ જતાં યુવકને ગંભીર ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાનગર ખાતે આવેલી એક ટ્રેનમાંથી યુવાન પગમાં ઈજાગ્રસ્ત લોહીલુહાણ હાલતમાં ઉતરી પડ્યો હતો. યુવાન લોહી લુહાણ હાલત નજરે પડતા સ્થાનિક પોલીસ અને યુવાનો તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્ત યુવાનને 108ની મદદથી વ્યારા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નવાપુર તરફથી સુરતના ઉધના ખાતે ટ્રેનમાં યુવક ચંદનભાઈ પ્રભાકરભાઈ બેલધર (રહે. શિવનગર સોસાયટી, બસસ્ટેન્ડની પાછળ, ઉધના, સુરત) મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન તેમને નવાપુર કે અન્ય કોઈ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વેળાએ પગ પ્લેટફોર્મ સાથે અથડાયો હતો જેમાં તેના પગમાં ગંભીર ઇજા પોહચી હતી. અને પગ લોહી લુહાણ થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવાન વ્યારા રેલ્વે સ્ટેશન પાસે અસહ્ય દર્દના કારણે ઉતરીને રેલ્વે સ્ટેશન પર સારવાર માટે મદદ માંગતા સ્થાનિક આરપીએફ દ્વારા તાત્કાલિક દોડી જઈ અન્ય યુવાનોને મદદ માટે બોલાવી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વ્યારા ખાતે ખસેડાયો હતો.

યુવકને વ્યારામાં સારવાર અપાઇ.

અન્ય સમાચારો પણ છે...