તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રક રિપેર કરતી વેળા લોખંડનો જોઈન્ટ મોઢા પર વાગતા મોત

ટ્રક રિપેર કરતી વેળા લોખંડનો જોઈન્ટ મોઢા પર વાગતા મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાતાલુકાના ચિખલદા ખાતે ટ્રકને રિપેર કરતી વેળાએ લોંખડનો ભારેખમ જોઈન્ટ અચાનક છટકીને રિપેર કરનારને મોઢાના ભાગે વાગ્યો હતો. જેથી ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું.

વ્યારા તાલુકાના ચિખલદા ખાતે એક ટ્રક બગડી ગઈ હતી. જે ટ્રકને રિપેર કરવા માટે ટ્રકની નીચેના ભાગે મોહમ્મદ ઉર્ફે કાળું બકરીદી એહમદ શેખ (20) (રહે -દીવાનગંજ તા-પેટ્ટી યુપી)જોઈન્ટને ખોલી રહ્યા હતો તે દરમિયાન જોઈન્ટ તેના મોઢા અને નાકના ભાગે ઈજા થઈ હતી. મોહમ્મદને ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...