• Gujarati News
  • National
  • વ્યારા નગરના કાનપુર વિસ્તારમાં રસ્તાની કામગીરી શરૂ થતા આનંદ

વ્યારા નગરના કાનપુર વિસ્તારમાં રસ્તાની કામગીરી શરૂ થતા આનંદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાનગરના કાનપુરા વિસ્તારના કાનપુરા ગેટથી જનક ત્રણ રસ્તા સુધી રસ્તાનું કામ શરૂ થતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. જે બાબતે સ્થાનિકો રહીશો દ્વારા નગરપાલિકામાં રજૂઆતો હાથ ધરતા જેના પગલાએ નગરપાલિકા દ્વારા આજરોજ રસ્તાની નવીનીકરણ કામગીરી શરૂ કરી દેતા સ્થાનિકોમાં ધૂળની ડમરી સહીત ઉબડખાબડ માર્ગથી છુટકારા મળવાની કારણે આનંદ વ્યાપી ગયો હતો.

વ્યારા નગર પાલિકા દ્વારા વ્યારા નગરમાં રસ્તાનું કામ છેલ્લા 2 વર્ષ કરી રહી છે. નગરમાં આવેલું કાનપુરા વિસ્તારમાં માર્ગના નવીનીકરણ કામ ચાલુ કરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. ધૂળિયા વાતાવરણના કારણે સ્થાનિક રહીશોનું આરોગ્ય જોખમાયું હતું અને ઉબડખાબડ માર્ગના કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી હતી જે બાબાતે ત્રાસી જઈ સ્થાનિકો દ્વારા નગરપાલિકા રજૂઆતો કરવાનું શરુ કરતા આજરોજ નગર પાલિકા દ્વારા કોન્ટ્રેકટર પાસે કામગીરી શરૂ કરાવી હતી. સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆતોના પગલે કામગીરી શરૂ થઈ

અન્ય સમાચારો પણ છે...